મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં રીક્ષાને હડફેટે લઈને યુવતીનું મોત નિપજાવનારા ટ્રાવેલ્સના ચાલકની ધરપકડ


SHARE















 

મોરબીમાં રીક્ષાને હડફેટે લઈને યુવતીનું મોત નિપજાવનારા ટ્રાવેલ્સના ચાલકની ધરપકડ

મોરબીના રામચોક પાસે થોડા દિવસ પહેલા ટ્રાવેલ્સ બસના ચાલકે રિક્ષાને હડફેટે લીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો ત્યારે ઓટો રીક્ષામાં બેઠેક ચાર મહિલાઓ સહિત કુલ આઠ લોકોને ઇજા થઈ હતી જે પૈકીની એક યુવતીનું સારવારમાં મોત નીપજયું હતું આ બનાવમાં ઇજા પામેલ મહિલાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રાવેલ્સ બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ટ્રાવેલ્સના ચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી

મોરબીના રામચોક પાસે થોડા દિવસો પહેલા સીએનજી ઓટો રીક્ષા અને ગણેશ ટ્રાવેલર્સની લક્ઝરી બસ નંબર એઆર ૧૧ સી ૧૭૭૩ વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં મદીનાબેન રસુલખાન પઠાણ (૧૭), રોઝીનાબેન હૈદરશા સુબાસીસ (૨૩), કાજલબેન કાનજી મકવાણા (૨૧) તેમજ રજીયાબેન અલારખા શાહમદાર જાતે ફકીર (૩૭) સહિત કુલ આઠ લોકોને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે ખસેડાય હતા અને બાદમાં રજિયાબેન અલારખા શાહમદાર જાતે ફકીરએ એ ડિવિઝન પોલીસ મથકે લક્ઝરી બસના ચાલકની સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ બેફિકરાઈથી તેની બસ ચલાવીને રીક્ષાને હડફેટે લીધી હતી જેથી ફરિયાદી સહિત આઠ લોકોને ઇજા થઈ છે માટે પોલીસે અક્સમાત સર્જીને બસ લઈને નાશી ગયેલા આરોપી સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરલે છે દરમ્યાના આ અકસ્માતના બનાવમાં ઇજા પામેલ મદીનાબેન રસુલખાન પઠાણ (૧૭)નું સારવાર દરમ્યાન મોત નીપજયું હતી જે ગુનામાં મોરબી એ ડિવિઝન પોલીસે આરોપી ભેરારામ બાબારામ જાટ (૨૮) રહે. રામજી ધાણી ચોટન બાડમેર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના પીપળીયા ગામે રહેતો કેતન પ્રફુલભાઈ બોપલિયા (૩૦) નામનો યુવાન વાવડી ચોકડી પાસેથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો અને ભરતનગર પાસે આવેલ કારખાને જતો હતો ત્યારે બાઇક સાથે બાઇક અથડાતાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કેતનભાઇ બોપલિયાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને અકસ્માતમાં આ બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના છાત્રાલય રોડ ઉપર આવેલ સરદારનગરમાં રહેતા શ્રદ્ધાબેન રમણીકભાઈ કાસુન્દ્રા (૨૯) નામની મહિલાને વાવડી ચોકડી પાસે હતી ત્યારે ટ્રક ચાલકે હડફેટે લેતા તેને અકસ્માતમાં બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News