મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ પુસ્તક દિન નિમિત્તે નીલકંઠ વિદ્યાલયમાં કવિ સંમેલન યોજાયું


SHARE









મોરબીમાં વિશ્વ પુસ્તક દિન નિમિત્તે નીલકંઠ વિદ્યાલયમાં કવિ સંમેલન યોજાયું

મોરબીમાં નીલકંઠ વિધાલય ખાતે પુસ્તક દિન નિમિતે 'ભારતીય વિચાર મંચ-મોરબી' દ્રારા કવિ સંમેલન યોજાયું હતુ.જેમાં મોરબીના ૧૫ જેટલાં લોકપ્રિય કવિઓની 'સાંપ્રત કે શાશ્વત ભારતીય સત્ત્વ તત્ત્વ' વિષય પર  સ્વરચિત કૃતિઓ રજૂ કરી હતી.જેનો  મોરબીના સાહિત્યપ્રેમી નગરજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

કાવ્યધારામાં તરબોળ કરનારા કવિઓમાં કવિ બીપીન"મધુર", શૈલેન મહેતા, કવિ જલરૂપ, ડૉ.ભાવેશ જેતપરીયા, સંજયભાઈ બાપોદરીયા "સંગી", જયેશભાઇ બાવરવા, કવિયત્રી ઉષાબેન જાદવ, જાગૃતિ તન્ના "જાનકી", સાહિત્ય મર્મી અમૃતલાલ કાંજિયા, આંબાલાલ પટેલ, રાજેશભાઈ વ્યાસ, કવિયત્રી જીવતીબેન પીપલિયા, મેહુલભાઈ બારોટ, નિરજભાઈ ત્રિવેદી, રવીન્દ્રભાઈ ત્રિવેદી, શૈલેષભાઈ કાલરિયા, ડો.વિજય ગઢીયા વિગેરે હાજર રહ્યા હતા.તમામ કવિઓએ પોતાના અલગ અંદાજમાં કાવ્યપઠન દ્વારા દાદ મેળવી હતી

આ પ્રસંગે ખાસ ડૉ.ભાડેશિયાની પ્રેરણાત્મક ઉપસ્થિતિ રહી અને ડૉ.સતીશભાઈ પટેલનું મનનીય પ્રવચન અને નવોદિત કવિઓને સાહિત્યિક માર્ગદર્શન સાંપડ્યું હતુઅને સાહિત્ય અને કવિતા ક્ષેત્રે આગળ વધવા સૌ કવિમિત્રોને આશીર્વાદ અને અભિનંદન આપ્યા હતા.નીલકંઠ વિદ્યાલયના સંચાલક જીતુભાઈ વડસોલાએ ખાસ હાજરી આપી હતી.આ સાથે સાહિત્ય આયામના શૈલેષ કાલરિયાએ ભારતીય વિચારમંચ દ્વારા પ્રકાશિત પુસ્તકોની પુસ્તક વેચાણની 'શુભેચ્છક ગ્રાહક મિત્ર યોજના'નો શુભારંભ થયો. જેના સૌ પ્રથમ ગ્રાહક નિલેશભાઈ કૈલા બન્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં  ભારતીય વિચાર મંચના સક્રિય કાર્યકરો જશવંતભાઈ મીરાણી, મીલનભાઈ પૈડા, ચિરાગભાઈ આદ્રોજા, ઉમેશભાઈ પટેલ, પાર્થ શેરસિયાએ જહેમત ઉઠાવી હતી.વિચાર મંચ દ્વારા કવિઓને સન્માનપત્ર આપી પુરસ્કૃત કર્યા હતા. કવિ જલરૂપે કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું.તેમ ભારતીય વિચારમંચના શૈલેષ કાલરિયાએ જણાવેલ છે




Latest News