મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં જીઆઇડીસીના નાકે નવા બનતા બહુમાળીમાં પાણી છાંટતા સમયે નીચે પટકાતાં મહિલાનું મોત


SHARE









મોરબીમાં જીઆઇડીસીના નાકે નવા બનતા બહુમાળીમાં પાણી છાંટતા સમયે નીચે પટકાતાં મહિલાનું મોત

મોરબી શહેરના સનાળા રોડ ઉપર જીઆઇડીસીના નાકે નવા બનતા બહુમાળીમાં બીજા માળે બાલ્કનીમાં પાણી છાટતી વખતે કોઈ કારણોસર પગ લપસતા મહિલા ઉપરથી નીચે પટકાઈ હતી જેથી કરીને તેને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તે મહિલાનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતક મહિલાનો પતિ તેના ડેડબોડીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી પ્રમાણે મૂળ નેપાળના રહેવાસી અને હાલમાં મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ શુભ હોટલ સામે જીઆઇડીસીના નાકે નવા બનતા બહુમાળીમાં ચોકીદાર તરીકે કામ કરતા રામબહાદુર ભકતબહાદુર શાહ જાતે નેપાળી (૩૦) ના પત્ની પાર્વતીકુમારી રામબહાદુર શાહ જાતે નેપાળી (૨૮) ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં નવા બનતા કોમર્શિયલ બહુમાળી બાંધકામમાં બીજા માળે બાલ્કનીમા માર્બલ પટ્ટીઓ લગાવેલ હોય તેમાં પાણીની નળીથી પાણી છાંટતા હતા દરમિયાન કોઈ કારણસર તેનો પગ લપસતા તે બીજા મળેથી નીચે પટકાયા હતા જેથી કરીને પાર્વતીકુમારીનું ગંભીર ઈજા થઈ હોવાના કારણે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મૃતક મહિલાના પતિ રામબહાદુર શાહ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના પતિએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા
મોરબીના કાંતિનગરમાં રહેતા લાલજીભાઈ સવજીભાઈ ધામેચા (૪૭) નામનો યુવાન મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળિયા ફાટક ચોકડી પાસે આવેલ વસુંધરા હોટલ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે પેટ્રોલ પંપ પાસે તેના બાઈકની આડે કૂતરું ઉતર્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં લાલજીભાઈ ધામેચાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબી શહેરના શનાળા ગામ પાસે આવેલ સોલાર ક્લોક પાસેથી ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકને ચક્કર આવતા ટ્રક રોડ સાઈડમાં નીચે ઉતરી ગયો હતો જેથી કરીને અકસ્માતના આ બનાવમાં ટ્રક ચાલક માલારામ તુલસારામ જાટ (૨૩) રહે રાજસ્થાન અને જગદીશ મનસારામ જાટ (૨૨) રહે. રાજસ્થાન વાળાને ઇજાઓ થઈ હોવાથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે




Latest News