મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

વધુ એક બાઇકની ચોરી : મોરબીમાં જૂના બસ સ્ટેશનના પાર્કિંગમાંથી બાઈક ચોરાયુ


SHARE









વધુ એક બાઇકની ચોરી : મોરબીમાં જૂના બસ સ્ટેશનના પાર્કિંગમાંથી બાઈક ચોરાયુ

મોરબી શહેરના જુના બસ સ્ટેશનમાં આવેલ પાર્કિંગમાં આધેડે પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરી છે જેથી કરીને ભોગ બનેલા આધેડે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા ધીરુભાઈ જાદવજીભાઈ ડાભી જાતે કોળી (ઉમર ૫૨) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી શહેરમાં આવેલ જુના બસ સ્ટેશનના પાર્કિંગમાં બાઈક નંબર જીજે ૩ એફઇ ૫૬૦૭ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા આધેડ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફીનાઇલ પી જતા મહિલા સારવારમાં

મોરબીના વાકાનેર હાઇવે ઉપર આવેલા રાતાવિરડા ગામ પાસેના રોમેક્સ સીરામીક નામના યુનિટમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા પ્રભાતસિંગ બાપીસિંગ નામના ૩૫ વર્ષીય મહિલા યુનિટમાં આવેલ તેમના લેબર ક્વાર્ટરમાં કોઈ કારણોસર ફીનાઇલ પી જતા તેમને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેને પગલે એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા અને રાઈટર સંજયભાઈ આહિરે તપાસ કરતાં પરિણીતા ભૂલથી ફિનાઈલ પી ગઇ હોવાનું ખુલ્યું હતું.!




Latest News