મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ રોડે બ્રિજ પાસેથી અજાણી મહિલાની લાશ મળી


SHARE









મોરબીના બાયપાસ રોડે બ્રિજ પાસેથી અજાણી મહિલાની લાશ મળી

મોરબી માળિયા હાઇવે ઉપર બાયપાસ રોડ પાસે આવેલ ઓવરબ્રિજ નજીકથી અજાણી ૪૦ વર્ષની મહિલાની લાશ મળી આવી હતી જેથી કરીને ૧૦૮ મારફતે તેની ડેડાબોડીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઇવે ઉપર બાયપાસ પાસે આવેલ લક્ષ્મીનાગર ગામ નજીક ઓવરબ્રિજ પાસેથી અજાણી ૪૦ વર્ષની મહિલાની કોઈપણ કારણોસર મૃત્યુ પામેલ હાલતમાં લાશ મળી આવી હતી જેથી કરીને ૧૦૮ મારફતે તેની ડેડબોડીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવનું નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે અને તેમની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, હજુ સુધી મૃતક મહિલાની ઓળખ મળી નથી જેથી કરીને તેની ઓળખ મેળવવા માટેની તજવીજ ચાલુ છે

બાઇક સ્લીપ
મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ પાસેથી અમૂલ્ય બંસીધારા પ્રધાન (૩૭) નામનો યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર બાઈલ  સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

રિક્ષા પલ્ટી
મોરબીના સનાળા રોડ પર આવેલ દલવાડી સર્કલ નજીક રહેતા ફિરોજભાઈ સલીમભાઈ મકરાણી (૩૬) નામનો યુવાન મોરબીની રવાપર ચોકડી પાસેથી રિક્ષા લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યારે રિક્ષા પલ્ટી જતાં અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઈજા પામેલ ફિરોજભાઈ મકરાણીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ વિપુલભાઈ ફૂલતરીયા કરી રહ્યા છે






Latest News