મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદ કાંટે મહિલાને તેના જેઠે માર મારતા ઇજાગ્રસ્ત મહિલા સારવારમાં


SHARE









મોરબીના ભડીયાદ કાંટે મહિલાને તેના જેઠે માર મારતા ઇજાગ્રસ્ત મહિલા સારવારમાં

મોરબી શહેરના ભડીયાદ કાંટા પાસે આવેલ સનરાઈઝ સીરામીક નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મહિલાને તેના જેઠે માર માર્યો હોવાથી ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રોડ ઉપર ભડિયાદ કાંટા પાસે આવેલ સનરાઈઝ સીરામીક પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મંજુબેન ડાયાભાઈ (૫૦) નામની મહિલાને ઈજા થઇ હોવાથી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરવા આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મહિલાને તેના જેઠે સાથે બોલાચાલી બાદ મારામારી થઈ હતી તે બનાવમાં તેના જેઠે તેને માર્યો હોવાથી મહિલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબી નજીકના વનાળીયા ગામે આવેલ રામજી મંદિર પાસે રહેતા શાંતિલાલ પરસોતમભાઈ નકુમ (૬૦) રાત્રિના સમયે દુકાન પાસે બેઠા હતા ત્યારે ત્યાં અજાણ્યા લોકોએ આવીને તેને માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને હોસ્પિટલે વૃદ્ધને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના શોભેશ્વર રોડ ઉપર રહેતા ફરીદાબેન મનસુખભાઈ પંજવાણી (૪૧) બાઈકમાં પાછળના ભાગે બેસીને મોરબી શહેરના સામેકાંઠા વિસ્તારમાં આવેલ નજરબાગ રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં બાઇક સ્લીપ થવાના કારણે બાઇકમાં પાછળના ભાગે બેઠેલા ફરીદાબેન પંજવાણીને ઇજાઓ થઈ હતી જેથી ઇજા પામેલા મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News