મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર મોરબીમાં ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે આગ લગતા માલ સમાન બળીને ખાખ મોરબીમાં ઠંડાપીણાની દુકાને પાણીની બોટલ માંગીને વેપારીની નજર ચૂકવીને રોકડા 30 હજારની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના દેવ ફન વર્લ્ડમાં સગીરા સાથે વિઘર્મી દ્વારા દુષ્કર્મ


SHARE













મોરબીના દેવ ફન વર્લ્ડમાં સગીરા સાથે વિઘર્મી દ્વારા દુષ્કર્મ

મોરબી નજીકના નાની વાવડી ગામ પાસે આવેલ દેવ ફનવર્લ્ડમાં રૂમ ભાડે રાખીને તેમાં લઈ જઈ સગીરાની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને બાદમાં તેણીના આપતીજનક ફોટા પાડીને સગીરાને બ્લેકમેઇલ કરી તેણીને અવારનવાર હેરાન પરેશાન કરવામાં આવતી હોય સગીરા દ્વારા ઘરે જાણ કરાતા હાલ ભોગ બનનાર સગીરાના પિતા દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે વિધર્મી શખ્સની સામે ગુનો નોંધાવવામાં આવતા હાલ એ ડિવિઝન પીઆઇ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર રહેતા પરિવારની ૧૫ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેણીને મોરબીના નાનીવાવડી ગામ પાસે આવેલ દેવ ફનવર્લ્ડ ખાતે લઈ જવામાં આવી હતી અને "ત્યાં રૂમ ભાડે રાખીને" આરોપી હસન સંધિ નામના શખ્સે સગીરાની સાથે તેણીની કુંમળી વયનો લાભ ઉઠાવીને દુષ્કર્મ આચાર્યુ હતપ અને બાદમાં સગીરાના આપત્તિજનક ફોટાઓ પાડી લીધા હતા અને તે ફોટાઓ વાયરલ કરવાની ધમકીઓ આપીને અવારનવાર સગીરાને હેરાન પરેસાન કરવામાં આવતી હતી અંતે ભોગ બનેલ સગીરા દ્વારા તેના ઘરે વાત કરવામાં આવતા હાલ ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હસન સંધિ રહે.કાલિકા પ્લોટ મોરબી નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કલમ ૩૬૩ (અપહરણ), ૩૭૬ (દુષ્કર્મ) અને પકસોની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે જેની આગળની તપાસ પીઆઇ હુકુમતસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.

ઝેરી અસર થતાં સારવારમાં

વાંકાનેર તાલુકાના શોભલા ગામે રહેતા રામજીભાઈ હકાભાઇ મુંધવા જાતે ભરવાડ (૧૭) નામનો યુવાન ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબી શહેરમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ દ્વારા કરવામાં આવી હોય તેઓએ જણાવ્યું મુજબ યુવાન ભૂલથી દવા છાટતા સમયે દવા વાળા ડબલામાંથી પાણી પી લેતા તેને ઝેરી અસર થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલે મોરબી લઈને આવ્યા હતા. આ બધાની આગળની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના શનાળા ગામે રહેતો મહેન્દ્ર ગોરધનભાઈ (૩૭) નામનો યુવાન ગામ પાસેથી બાઈક લઈને પસાર થતો હતો ત્યારે ત્યાં બાઈક નમી જતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ અકસ્માતના બનાવમાં ઈજા થવાથી યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દારૂની એક બોટલ સાથે પકડાયો

મોરબીના નવાડેલા રોડ ઉપર આવેલ રાવલ શેરીમાં રહેતા મિલન ભીખા મેવાડા જાતે રાવળદેવ (ઉમર ૨૪) નામના ઇસમને પોલીસે અટકાવીને ચેક કરતા તેની પાસેથી એક બોટલ દારૂ મળી આવતા રૂપિયા ૩૭૫ ના દારૂ સાથે હાલ તેની ધરપકડ કરી તેની સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે જેની આગળની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના કે.એમ.મિયાત્રા ચલાવી રહ્યા છે.






Latest News