મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બાગાયતદાર ખેડૂતોને વાવેતર માટે અપાશે સહાય


SHARE









મોરબી જીલ્લામાં બાગાયતદાર ખેડૂતોને વાવેતર માટે અપાશે સહાય

સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૩-૨૪ માટે જુદી-જુદી સહાયલક્ષી યોજનાઓ જેવી કે ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, અર્ધપાકા મંડપ, પાકા મંડપ, તથા કાચા મંડપ, પ્લાસ્ટીક મલ્ચીંગ, પાવર ટીલર, છુટા ફુલો, ટીસ્યુ કેળ, પપૈયા,ફળપાક વાવેતર, ટીસ્યુકલ્ચર ખારેક વાવેતર, ઔષધીય સુગંધીત પાકોના વાવેતર તથા ડિસ્ટીલેશન યુનીટ, દેવીપુજક ખેડુતો માટે તરબુચ/ટેટીના બિયારણ,  ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રેયર,સ્વયં સંચાલીત બાગાયત મશિનરી, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ ના કાર્યક્રમો, બાગાયત પેદાશોના પેકેજીંગ મટેરીયલ, ફળપાક વાવેતર તેમજ અન્ય વિવિધ બાગાયતિ યોજનાઓમાં લાભ લેવા માટે ઇચ્છુક ખેડૂતોએ આઇ-ખેડુત પોર્ટલ તા.૩૧/૦૫/૨૦૨૩ સુધીમાં અરજી કરવાની રહેશે.

બાગાયતદારોને આ યોજનામાં સહાય લેવા માટે http://ikhedut.gujarat.gov.in પર અરજી કરી  અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨,૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, જાતિનું પ્રમાણપ્રત્ર(અનુ. જાતિ), વિગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના સરનામે સમય મર્યાદામાં  રજુ કરવા મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે




Latest News