હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત
Breaking news
Morbi Today

રાજ્યમાં અનેક કૌભાંડોને ખુલ્લા પાડનાર યુવરાજસિંહ સામેના કેસ પાછા ખેંચવાની વાંકાનેર આમ આદમી પાર્ટીની માંગ


SHARE









રાજ્યમાં અનેક કૌભાંડોને ખુલ્લા પાડનાર યુવરાજસિંહ સામેના કેસ પાછા ખેંચવાની વાંકાનેર આમ આદમી પાર્ટીની માંગ

વાંકાનેર આમ આદમી પાર્ટી દ્વારા યુવરાજસિંહ પરના કેસ પરત ખેંચવા આવેદન આપવામાં આપવામાં આવ્યું હતું ત્યારે એવી રજૂઆત કરી હતી કે, રાજ્ય સરકાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં અનેક વખત નિષ્ફળ રહી છે. અનેક પેપર ફૂટ્યા અને પરીક્ષાઓ રદ કરવી પડી છે ત્યારે રાજ્ય સરકાર શરમજનક સ્થિતિમાં મુકાઇ છે. અને સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા અનેકો યુવાનોની મહેનત, રૂપિયા, સમય અને આશા અરમાનો ઉપર પાણી ફરી વળ્યુ છે. આવા દરેક બનાવ વખતે યુવરાજસિંહ જાડેજાએ પુરાવા જાહેર કર્યા છે અને તેનાથી સરકારને ગુનેગારો સુધી પહોંચવાની કળી મળી છે એ વાત અલગ છે કે, દરેક વખતે સરકારે નાની માછલીઓ પકડી અને મોટા મગરમચ્છો સુધી પહોંચવાની તસ્દી લેવામાં આવી નથી

ત્યારે ખરેખર તો રાજ્યના યુવાનોના સપનાને જીવનદાન આપવા, એમની આશાઓ ટકાવી રાખવા બદલ યુવરાજસિંહનું બહુમાન થવું જોઈએ. એને બદલે, જેમને કારણે કૌભાંડીઓ પકડાયા એની તરફ તો સ્વાભાવિક જ કૌભાંડીઓ, આરોપીઓ આંગળી ચીંધે અને જે ખુદ આરોપી કે ગુનેગાર છે એમના નિવેદનને આધારે યુવરાજસિંહને આરોપી બનાવવા, ગુનો દાખલ કરવાને ધરપકડ કરી રિમાન્ડ માગવાએ રાજ્ય સરકારની નિષ્ઠા વિશે શંકા ઊભી કરે છે સરકાર યુવરાજસિંહ તરફ સંપૂર્ણ ધ્યાન વાળીને મુખ્ય, મોટા માથાઓ જે અત્યાર સુધીના પેપર લીક, ડમી કાંડ અને બોગસ ભરતીઓ સાથે સંકળાયેલા હોય એમને બચાવવા તો નથી માગતીને? એ પણ એક મોટો સવાલ ઉભો થયો છે.

ત્યારે વાંકાનેર આમ આદમી પાર્ટી દ્વારા જે માગણી કરવામાં આવી છે તેમાં યુવરાજસિંહ પરનો કેસ તાત્કાલિક પાછો ખેંચવામાં આવે, સમગ્ર કાંડની પોલીસ ને બદલે હાઇકોર્ટ/નિવૃત્ત સુપ્રીમ, ન્યાયાધીશની અધ્યક્ષતામાં સીટની રચના કરી તપાસ કરવામાં આવે, તમામ પેપર લીક, ડમી ભરતી, ડમી પ્રમાણપત્રો સહિતની તમામ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરતી બાબતો માટે સ્પેશ્યલ કોર્ટમાં ઝડપથી ચલાવી તટસ્થ ન્યાય કરવામાં આવે તેનો સમાવેશ થાય છે અને પ્રાંત અધિકારી મારફતે મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ત્યારે આમ આદમી પાર્ટીના અલીભાઈ હાજીસહેબ, અર્જુનસિંહ વાળા, યાકુબ કડીવાર, તોફિક અમરેલીયા તથા ગનીભાઈ બાદી સહિતના હાજર રહ્યા હતા




Latest News