રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

ટંકારા પંચાયતના મિટીંગ હોલમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેનના અધ્યક્ષ સ્થાને બેઠક મળી


SHARE









ટંકારા પંચાયતના મિટીંગ હોલમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેનના અધ્યક્ષ સ્થાને બેઠક મળી

ટંકારા ગ્રામ પંચાયતના નવનિર્મિત ભવનમાં મિટીંગ હોલમાં સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ, સમિતિના સભ્યો, સરપંચ અને મંત્રીની હાજરીમાં બેઠક મળી હતી જેમાં ગ્રામ પંચાયત ટંકારાના સફાઇ કર્મચારી નાથાભાઈ વાઘેલાનું નિધન થયું હોવાથી બે મિનિટનું મૌન પાળી સભાની શરૂઆત કરવામાં આવી હતી આ બેઠક સામાજીક ન્યાય સમિતિના ચેરમેન નિર્મળાબેન હેમંતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં મળી હતી જેમાં મીનાબેન દિવ્યેશભાઈ મહેતા, સોનલબેન રાજેશભાઈ બારૈયા, લાલજીભાઈ વાલજીભાઈ ગેડીયા, હેમંતભાઇ ચાવડા, સરપંચ અને ઉપસરપંચ તેમજ તલાટી કમ મંત્રી જાડેજા સહિતના હાજર રહ્યા હતા આ મિટિંગમાં ટંકારાના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ગરીબ, પીડીત, શોષિત અને વંચિત સમુદાયના લોકોના વિસ્તારના ઉત્થાન અને પાયાના વિકાસના કામો જેવા કે  રસ્તા, લાઈટ, અને પાણીના કામો પર ભાર આપવામાં આવ્યો હતો નવ નિયુક્ત ટંકારા ગ્રામ પંચાયતની રચના બાદ બીજી વખત સામાજીક ન્યાય સમિતિની બેઠક મળી હતી. જેમાં અનુસૂચિત જાતિ, જનજાતિના વિસ્તારના વિકાસના કામ માટે ચાલુ સત્વારે વર્ષ ૨૦૨૩/૨૪ની સરકારની ગ્રાન્ટ ફાળવવી, મકાન પરથી પસાર થતા ઇલેક્ટ્રીકના તાર બદલાવવા, ટીસી ફેરવવું વગેરે જેવા મુદ્દાઓની સભ્યો દ્વારા વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી અને તલાટી કમ મંત્રી જાડેજાએ મિટીંગમાં થયેલ ચર્ચા અને લેખીત મુદ્દાઓની નોંધ લીધી હતી




Latest News