રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના નગરસેવકો-પદાધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી અને મહાપાલિકાનો દરજ્જો આપવાની માંગ


SHARE









મોરબી પાલિકાના નગરસેવકો-પદાધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી અને મહાપાલિકાનો દરજ્જો આપવાની માંગ

મોરબી શહેરમાં લોકો હજુ પણ પ્રાથમિક સુવિધાને જંખી રાખ્યા છે ત્યારે મોરબીમાં રહેતા   ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભૂપતભાઇ પટેલને લેખિતમાં રજૂઆત કરીને મોરબી પાલિકાને સુપરસીડ કરવામાં આવી છે ત્યારે નગર સેવકો કે પદાધિકારીઓ સામે પગલા લેવામાં આવે અને મોરબીને મહાનગરનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબીના ઝૂલતા પુલ કેસમાં તાજેતરમાં સરકારે મોરબી નગર પાલિકાને સુપરસીડ કરવામાં આવેલ છે ત્યારે પાલિકા સુપરસીડ  કરવા છતાં કોઈ પણ નગરસેવેકો કે પદાધિકારીઓ સામે કોઈ કાનૂની  પગલા લેવામાં આવેલ નથી તેવો સવાલ કરેલ છે અને જો, નગરપાલિકાને જવાબદાર ગણીને સુપરસીડ કરવામાં આવતી હોય તો તેના નગર સેવકો કે પદાધિકારીઓ જવાબદાર કેમ નથી ? તેની તપાસ કરવામાં આવે અને બેદરકારોની સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગણી કરેલ છે. તેમજ ગુજરાતમા એ ગ્રેડની નગર પાલિકામાં મોરબી પાલિકાનો સમાવેશ થાય છે તો પણ લોકો સુવિધા જંખી રહ્યા છે ત્યારે આ પાલિકાને મહાપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરી છે 

હાલમાં મોરબીમાં આધુનિક ફાયર સ્ટેશન નથી જેથી કરીને પ્રાઇવેટ એપાર્ટમેંટ  વાળાઓને પોતાની ફાયર સુવિધા કરવા માટેની નોટીસ પણ નગરપાલિકા દ્વારા આપવામાં આવે છે. જે કામ પાલિકાની જવાબદારીમાં આવે છે, મોરબીમાં ટ્રાફિકની મોટી સમસ્યા છે અને મોરબીમાં એક પણ ઓવરબ્રીજ નથી જો મહાનગર પાલિકા બને તો આવી સુવિધાઓ તાત્કાલિ ના ધોરણે મળતી થશે, અનિયમિત બાંધકામો  ઉપર કોઈ નિયત્રણ નથી, મોરબીની આજુબાજુ ના ગામો હાલમાં મોરબીનો જ એક ભાગ બની જવા પામેલ છે પરંતુ તેનો સમાવેશ નગરપાલિકામાં કરવામાં આવેલ નથી જેથી પંચાયત બોડી દ્વારા ઘણી અનિયમિતાઓ થઇ રહી છે. અને લોકોને  યોગ્ય સુવિધાઓ મળતી નથી જો રવાપર, શનાળા, વાવડી, અમરેલી, મહેન્દ્રનગર, ત્રાજપર, ભડિયાદ, લીલાપર વગેરેને પાલિકામાં સમાવી લેવામાં આવે તો મોરબીને મહાપાલિકાનો દરજ્જો મળી શકે તેમ છે




Latest News