મોરબીમાં ચારિત્રની શંકા કરીને પરણિતાને પતિ, સાસુ, સસરા સહિત ૧૦ લોકોએ માર માર્યો
હળવદના ભલગામડામાં બાઈક અથડાયા બાદ સામસામી મારામારી: હવે સામસામી ફરિયાદ
SHARE
હળવદના ભલગામડામાં બાઈક અથડાયા બાદ સામસામી મારામારી: હવે સામસામી ફરિયાદ
હળવદ તાલુકાના ભલગામડા ચોકડીથી સાપકડા ગામ તરફ જવાના રસ્તા ઉપર બાઈકનો અરીસો અથડાયા બાદ મારામારીનો બનાવ બન્યો હતો અને સામસામે બંને પક્ષેથી મારામારી કરવામાં આવી હતી જેમાં ઈજા પામેલા લોકોને સારવાર માટે હળવદ અને મોરબીની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુના નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ભલગામડામાં રહેતા વિજયભાઈ ઉર્ફે કાળુ ઉર્ફે ભાણો રમેશભાઈ ઉઘરેજા જાતે કોળી (૩૧) એ હિતેશભાઈ મુકેશભાઈ કોળી, ભુપતભાઈ હરખાભાઈનો દીકરો, વિનુભાઈ હરખાભાઈ કોળી, ભુપતભાઈ હરખાભાઈ કોળી, મનાભાઈ હરખાભાઈ કોળી, પ્રવીણભાઈ અરજણભાઈ કોળી અને બાલાભાઈ પ્રવીણભાઈ કોળી રહે. બધા ભલગામડા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે ભલગામડા ચોકડીથી સાપકડા ગામ તરફ જવાના રસ્તા ઉપર પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે હિતેશભાઈ અને ભુપતભાઈનો દીકરો ચાલીને જઈ રહ્યા હતા દરમિયાન તેના બાઇકનો અરીસો ભુપતભાઈના દીકરાને અડી ગયો હતો જેથી કરીને તે બંને શખ્સો દ્વારા તેને ગાળો આપવામાં આવતી હતી જેથી કરીને ગાળો આપવાનીના પાડતા તેણે વિનુભાઈ, ભુપતભાઈ અને મનાભાઈને ફોન કરીને ત્યાં બોલાવ્યા હતા અને તે લોકો હાથમાં પાઇપ અને ધોકા લઈને ત્યાં આવ્યા હતા અને ત્યારે બોલાચાલી કરીને ફરિયાદીને માથાના ભાગે માર માર્યો હતો અને તેના મામા પ્રભુભાઈ સમાધાન કરવા માટે આવતા ભુપતભાઈએ ડાબા પગમાં લાકડી વડે માર માર્યો હતો અને મનાભાઈએ માથામાં લાકડી વડે માર માર્યો હતો ત્યારે ફરિયાદી વિજયભાઈના મામાનો દીકરો હરેશ વચ્ચે છોડાવવા પડતા તેને પણ વાસાના ભાગે માર મારીને ઇજા કરી હતી અને ભુપતભાઈના દીકરા એવી ધમકી આપી હતી કે “જો હવે મોટરસાયકલ ભટકાડીશ તો જાનથી મારી નાખશું જેથી કરીને ભોગ બનેલા વિજયભાઈ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને હાલમાં ભુપતભાઈના દીકરા અને પ્રવીણભાઈ અરજણભાઈ કોળીની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીને પકડવાની તજવીજ ચાલી રહી છે.
તો સામા પક્ષેથી મારામારીના આ બનાવમાં ભુપતભાઈ હરખાભાઈ ખાંભડીયા જાતે કોળી (૪૬) રહે. ભલગામડા વાળાએ વિજયભાઈ ઉર્ફે કાળુ રમેશભાઈ ઉઘરેજા, પ્રભુભાઈ સુરાભાઈ દેત્રોજા, ગન્નાભાઈ સુરાભાઈ દેત્રોજા, હરેશભાઈ પ્રભુભાઈ દેત્રોજા અને ગોપાલભાઈ રમેશભાઈ ઉઘરેજા રહે. ભલગામડા વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેનો દીકરો ભલગામડા ચોકડીએ પાઉભાજી લેવા માટે ગયો હતો અને ત્યાંથી પરત આવતો હતો ત્યારે આરોપી વિજયભાઈએ તેના દીકરાને મોટરસાયકલની હડફેટે લીધો હતો ત્યારબાદ ઝઘડો કર્યો હતો અને તેને સમજાવીને ત્યાંથી ઘરે મોકલી દીધો હતો જે બાબતનો ખાર રાખીને પ્રભુભાઈ, ગન્નાભાઈ અને હરેશભાઈ હાથમાં ધોકા લઈને ફરિયાદીના ઘર પાસે આવ્યા હતા અને ગોપાલભાઈના હાથમાં છરી હતી તેઓએ છૂટા પથ્થરના ઘા કરીને ફરિયાદી તથા સાહેદોને માથામાં અને શરીરે ઇજા કરી હતી અને ઘરના ફળિયામાં પ્રવેશ કરીને પ્રભુભાઈ સુરાભાઈ દેત્રોજાએ વિનોદભાઈને માથામાં ધોકાનો ઘા માર્યો હતો તેમજ ગોપાલભાઈ ઉઘરેજાએ રણજીતભાઈને જમણા પગે માર મારીને ઇજા કરી હતી આમ બાઇક અથડાવાના બનાવ બાદ થયેલ સામસામે મારામારીના બનાવવામાં બંને પક્ષેથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.