મોરબીમાં મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી હળવદના ઢવાણા ગામનો બનાવ: પિતાની હત્યાનો કેસ પાછો ખેંચવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ધોકા વડે માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના બેલા ગામ પાસે દૂકનમાંથી 100 કિલો કોપર વાયર સહિત 1.42 લાખના મુદામાલની ચોરી: ઘુનડા (સ) ગામે તળાવ પાસેથી 20 કિલો કોપર વાયરની ચોરી મોરબી નજીક કારખાનામાં પેપર રોલ માથે પડવાથી શ્રમિક યુવાનનું મોત: ત્રાજપર ખરીમાં જુગાર રમતા બે પકડાયા મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ફારૂક મોટલાણી તથા તેમના પુત્રના ડબલ મર્ડરના ગુનાના આરોપી ડાડો જેડાએ જેલમાં બેઠાબેઠા સતવારા વૃદ્ધ પાસે રૂપિયા બે લાખની ખંડણી માગી..!?


SHARE









મોરબીમાં ફારૂક મોટલાણી તથા તેમના પુત્રના ડબલ મર્ડરના ગુનાના આરોપી ડાડો જેડાએ જેલમાં બેઠાબેઠા સતવારા વૃદ્ધ પાસે રૂપિયા બે લાખની ખંડણી માગી..!?

મોરબીમાં છેલ્લા થોડાક સમયથી ગુનાખોરીએ માઝા મૂકી હોય તેની પ્રતીતિ કરાવતા એક પછી એક બનાવો બની રહ્યા છે જેમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે જેમાં હાલ જાણવા મળતી વિગતો મુજબ મોરબી નગર પાલિકાના પુર્વ ચેરમેન ફારૂકભાઈ મોટલાણી તથા તેમના પુત્રની બેવડી હત્યા કરવામાં આવી હતી અને તે ગુનામાં આરોપી જેલમાં છે તે પૈકીના એક આરોપી ડાડો જેડાએ પોતાના ભાઈને ફોનમાં ફોન કરી વીસીપરમાં રહેતા સતવારા આધેડને ફોન ઉપર ધમકી આપી "રૂપિયા બે લાખ આપી દેજે નહિંતર પેરોલ ઉપર છુટીશ ત્યારે સારા વાના નહીં રહે જાન મારી નાખીશ." તેવી ધમકી આપી હોવાની હાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

અત્રે નોંધનીય છે કે મોરબીમાં નજીવી વાતે છરી હલાવી, જીવલેણ મારામારી, મોરબી તેમજ માળિયામાં ફાયરિંગ તેમજ સગીરાઓ સાથે દુષ્કર્મના અનેક બનાવો તેમજ જાહેરમાં આવતી-જતી યુવતીઓની છેડતી સહિતના બનાવો હાલમાં મોરબી જિલ્લામાં પોલીસના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ખડા કરી રહ્યા છે તેવામાં હાલ વધુ એક મોટો બનાવ સામે આવ્યો છે જેમાં જેલમાં બંધ આરોપીએ ફોન કરીને બે લાખની ખંડણી માંગી હોય આ બાબત હાલ મોરબીને યુપી બિહારથી પણ એક કદમ આગળ લઈ જતી હોય તેવુ જોવા મળી રહ્યુ છે જે અંગે અહીંના રાજકીય-સામાજીક આગેવાનો અને અધિકારીઓએ ચોક્કસ મનોમંથન કરવું જ રહ્યું.

હાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં રમેશ કોટર મીલની નજીક રહેતા અને લાકડાનો ધંધો કરતા હરગોવિંદભાઈ દયારામભાઇ ચૌહાણ જાતે સતવારા (ઉમર ૬૨) નામના આધેડે પોલીસ મથક ખાતે આવીને ફરિયાદ નોંધાવી હતી અને તેમાં તેઓએ અલ્લારખા તાજમામદ જેડા અને તેના ભાઈ ડાડો તાજમામદ જેડા (કે જે હાલ જેલમાં છે બંધ છે.) તેની સામે ગુનો નોંધાવી જણાવ્યું હતું કે તેઓ પોતાના લાકડાના ડેલે હતા ત્યારે ત્યાં અલ્લારખા તાજમામદ જેડા આવ્યો હતો અને તેણે પોતાના મોબાઈલ ફોનમાં ડાડો તાજમામદ જેડા સાથે વાત કરાવી હતી અને હાલ ડાડો તાજમામદ જેડા કે જે ફારૂકભાઇ મોટલાણી તથા તેમના પુત્રના ડબલ મર્ડરના કેસમાં જેલમાં છે તેની સાથે ફોન ઉપર વાત કરાવી હતી અને તેમાં સામેના છેડેથી ડાડો તાજમામદ જેડાએ ફોનમાં વાત કરી ગાળો આપીને બાદમાં ધમકી આપી હતી અને જેલમાં બેઠાબેઠા રૂપિયા બે લાખની હરગોવિંદભાઈ ચૌહાણ પાસે ખંડણી માગી હતી..!?  અને જો પૈસા નહીં આપે તો પેરોલ ઉપર છૂટ્યા બાદ જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી..! અને જતા જતા અલ્લારખા તાજમામદ જેડાએ પણ રૂબરૂમાં હરગોવિંદભાઈ દયારામભાઈ ચૌહાણને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હાલ ભોગ બનેલ હરગોવિંદભાઈ દયારામભાઈ ચૌહાણ જાતે સતવારાની ઉપરોક્ત ફરિયાદ આધારે મોરબી બી ડિવિઝન પીઆઇ દેકાવવાડિયા દ્વારા કલમ ૩૮૪, ૩૮૭, ૫૦૪, ૫૦૬(૨) અને ૧૧૪ હેઠળ અલ્લારખા તાજમામદ જેડા અને ડાડો તાજમામદ જેડા સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની આગળની તપાસ તેઓ ચલાવી રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે હાલમાં ભોગ બનનાર હરગોવિંદભાઈ ચૌહાણએ જેની સામે ફરિયાદ નોંધાવી છે તે અલ્લારખા તાજમામદ જેડા અને તેનો ભાઈ ડાડો તાજમામદ જેડા પૈકી ડાડો તાજમામદ જેડા કે જે મોરબી નગર પાલિકા જેતે સમયના ચેરમેન ફારૂકભાઈ મોટલાણી તથા તેમના પુત્રના ડબલ મર્ડરના કેસમાં જેલ હવાલે છે તેણે ફોનમાં વાત કરી ધમકી આપીને બે લાખની ખંડણી માંગી છે..?! ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જેલમાં શું ફોન એલાઉડ છે..?! એટલે કે જે રીતે મોરબીમાં ગુનાખોરી વધી રહી છે અને કોઈ લગામ જોવા મળતી નથી તે રીતે જ જેલનો માહોલ પણ હોય તેવું આ બાબત ઉપરથી પ્રતિત થઈ રહ્યું છે.






Latest News