મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં ઇન્સ્ટગ્રામથી સંપર્કમાં આવીને સગીરાનો શિકાર કરનાર હસન સંધિ પાંજરે પુરાયો


SHARE







મોરબીમાં ઇન્સ્ટગ્રામથી સંપર્કમાં આવીને સગીરાનો શિકાર કરનાર હસન સંધિ પાંજરે પુરાયો

 મોરબી નજીકના નાની વાવડી ગામ પાસે આવેલ દેવ ફનવર્લ્ડમાં રૂમ ભાડે રાખીને ત્યાં સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેની ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં આરોપીની હાલમાં એ ડિવિઝન પીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં તે ઇન્સ્ટગ્રામના માધ્યમથી સગીરાના સંપર્કમાં આવ્યો હતો ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર રહેતા પટેલ પરિવારની ૧૫ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેને નાનીવાવડી ગામ પાસે આવેલ દેવ ફનવર્લ્ડ ખાતે લઈ જવામાં આવી હતી અને "ત્યાં રૂમ ભાડે રાખીને" આરોપી હસન સંધિ નામના શખ્સે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું અને સગીરાના આપત્તિજનક ફોટા પાડી લીધા હતા જેને વાયરલ કરવાની ધમકીઓ આપીને અવારનવાર સગીરાને હેરાન પરેસાન કરવામાં આવતી હતી અંતે ભોગ સગીરાએ આ વાત ઘરે કરી હતી ત્યાર બાદ સગીરાના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હસન સંધિ રહે. કાલિકા પ્લોટ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આઇપીસી કલમ ૩૬૩ (અપહરણ), ૩૭૬(દુષ્કર્મ) અને પોકસોનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી હાલમાં આ ગુનામાં પીઆઇ હુકુમતસિંહ જાડેજા અને તેની ટીમે આરોપી હસન સંધિ રહે. કાલિકા પ્લોટ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવી માહિતી સામે આવી છે કે, આરોપી ઇન્સ્ટગ્રામના માધ્યમથી સગીરાના સમપ્ર્ક્મા આવ્યો હતો અને ત્યાર બાદ તેની સાથે મિત્રતા કરીને તેને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું હાલમાં પોલીસે આરોપીના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News