રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના હળવદ, ટંકારા અને માળીયામાં સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલા ૮૨ માંથી ૭૭ પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ


SHARE









મોરબી જીલ્લાના હળવદ, ટંકારા અને માળીયામાં સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલા ૮૨ માંથી ૭૭ પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ

જાહેર જનતાના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. હાલના વડાપ્રધાન તેમજ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા. ૨૪ એપ્રિલ ૨૦૦૩ ના રોજ સ્વાગત કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી. ત્યારથી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ચાલુ છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ, ટંકારા અને માળીયા મિયાણા તાલુકા પંચાયત કચેરી ખાતે જુદાજુદા ત્રણ કાર્યક્રમ યોજાયા હતા

 હળવદમાં મામલતદાર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત કાર્યક્રમમાં વિવિધ ખાતાને લગતા ૨૨ પ્રશ્નો રજૂ થયેલ હતા. જેમાંથી ૨૧ પ્રશ્નોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.  અને ૨૧ પ્રશ્નોના સ્થળ પર જ  હકારાત્મક નિકાલ થતાં સ્વાગત કાર્યક્રમમાં ગ્રામજનો તથા લાભાર્થીઓ દ્વારા હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા સંકલન અધિકારીઓ નગરપાલિકાના વહીવટદાર તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આવી જ રીતે ટંકારા તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ ટંકારાના નોડલ અધિકારી સુશ્રી આઈ.પી. મેરની હાજરીમાં ટંકારા તાલુકા પંચાયત કચેરીમાં યોજાયો હતો જેમ પી.જી.વી.સી.એલ., તાલુકા પંચાયત, જળ સિંચન, એસ.ટી. ડેપો, આર.એન.બી. સ્ટેટ મોરબી અને મહેસુલ કચેરીને લગતા વિવિધ સહાય દાખલાઓ તથા અન્ય હેતુ વિષયક પ્રશ્નો રજૂ થયેલા હતા. ત્યારે ૨૨ પ્રશ્નો રજૂ થયા હતા તેમાંથી ૧૮ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો તેવી જ રીતે માળિયા મીયાણા નગરપાલિકા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ નોડલ અધિકારી ડી.સી. પરમારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતો જેમાં વિવિધ ખાતાને લગતા ૩૮ પ્રશ્નો રજૂ થયેલ હતા. જે તમામ પ્રશ્નોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં તાલુકા સંકલન અધિકારીઓ, નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા




Latest News