રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પોલીસે દિવ્યાંગ મહિલાનું પરિવાર સાથે કરાવ્યુ મિલન


SHARE









મોરબી તાલુકા પોલીસે દિવ્યાંગ મહિલાનું પરિવાર સાથે કરાવ્યુ મિલન

મોરબીના જુના નાગડાવાસ ગામેથી દિવ્યાંગ મહિલા મળી આવી હતી જેથી તાલુકાની સી ટીમે તેના પરિવારને શોધવા માટેની કવાયત શરૂ કરી હતી અને તે મહિલાને પુછતા તેણે પોતાનું નામ લાલી હોવાનું કહ્યું હતું અને તેની વધુ પૂછપરછમાં તે અમદાવાદના વટવા વિસ્તારની હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ વટવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં આ મહિલાનું નામ સરીતાબેન ઉર્ફે લાલીબેન જીગરભાઈ ઠાકોર હોવાનું સામે આવ્યું હતું અને જશોદાનગરની રમેશભાઈની ચાલીમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેના પરિવારનો  સંપર્ક કરીને મહિલાના માતા અમદાવાદથી મોરબી આવ્યા હતા જેને મહિલાનો પોલીસે કબજો સોપી દીધો હતો




Latest News