વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના આલાપ પાર્ક પાસે રોડ ઉપરના દબાણ-વરસાદી પાણીના નિકાલ માટે કલેકટરને રજુઆત


SHARE







મોરબીના આલાપ પાર્ક પાસે રોડ ઉપરના દબાણ-વરસાદી પાણીના નિકાલ માટે કલેકટરને રજુઆત

મોરબીના રવાપર રોડ પર આવેલ લીલાપર કેનાલ ઉપર વર્ધમાન એપાર્ટમેન્ટથી વજેપર ગામના આલાપ રોડ પરના બિન અધિકૃત બાંધકામો દૂર કરવા અને આલાપ પાર્કની અંદર મનસુખભાઈ કાવર સોસાયટીના બરાબર મેઈન ગેઇટની સામે જ પોતાના ઘરની બાજુમાં કોમર્શિયલ બાંધકામ કરી દુકાનનો માલ સમાન ઉતારવાનું ગોડાઉન બનાવેલ છે જેથી કરીને સ્થાનિક લોકોને હેરાન થવું પડે છે માટે રોડ ઉપરનું દબાણ દૂર કરવામાં આવે તેમજ વરસાદી પાણીનો નિકાલ ખુલ્લો કરવામાં આવે તેવી ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને કલેક્ટરને સ્થાનિક લોકોએ લેખિત રજૂઆત કરી છે

મોરબીની આલાપ પાર્ક સોસાયટીના બંધારણ મુજબ સોસાયટીમાં કોઈ પણ જગ્યાએ કોર્મિશયલ બાંધકામ કરવાની, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ માટેની કરીયાણાની દુકાન કે અનાજ દળવાની ઘંટી કરવાની પણ મનાઈ છે છતાં મનસુખભાઈ કાવરે મસમોટું ગોડાઉન અનધિકૃત રીતે ખડકી દિધું છે અને સોસાયટીના પ્રમુખ, કમિટીના સભ્યો, સોસાયટીના રહીશોએ અવાર-નવાર મનસુખભાઈ કાવર તેમજ એમના પુત્ર હિરેન મનસુખભાઈ કાવર અને જયેશ મનસુખભાઈ કાવરને મૌખિક રજુઆત કરેલ છે અને ગત તા ૧/૩/૨૩ ના રોજ સોસાયટીના તમામ કમિટી મેમ્બરોની સહી સાથે ગોડાઉન ખાલી કરવા માટે જણાવેલ છે છતાં આજ દિન સુધી ગોડાઉન ખાલી કરેલ નથી

આ સોસાયટીમાં એન્ટર થતાની સાથે જ એંસી ફૂટનો મુખ્ય રસ્તો છે જે જતા જમણી બાજુના રહેતા લોકોએ ચાલીસ ફૂટ રોડ પર બ્લોક ફિટ કરેલ છે અને દશ દશ ફૂટ ઓટા બહાર કાઢેલ છે અને વૃક્ષો વાવીને રસ્તા પર દબાણ કરેલ છે તેમજ રસ્તો બંધ કરી દીધેલ છે, આ દબાણ દૂર કરાવવા માટે થોડા દિવસ પહેલા રાત્રે એંસી ફૂટ રોડની ડાબી બાજુ રહેતા રહીશોએ રસ્તા પર ગાડીઓ મૂકી ડાબી બાજુનો પણ રસ્તો બંધ કરી દીધો હતો જેથી કરીને સોસાયટીમાં અફરા તફરી મચી ગઇ હતી અને એકાદ માસમાં ગોડાઉન ખાલી કરી દેશે અને રસ્તો ખુલ્લો કરી દેશે એવી સમજુતી થઈ હતી પણ દબાણ કર્તાઓએ સમજુતીનો ભંગ કર્યો છે અને આલાપ પાર્કની અડોઅડ ખેતર લઈ ફરતો વંડો વારી દીધેલ છે આ વંડાની અંદર સુપર આલાપ વિસ્તારના વરસાદી પાણીના નિકાલ માટેનો વોંકળો બુરી દીધો છે

જેથી સ્થાનિક લોકોએ વરસાદી પાણીનો નિકાલ ખુલ્લો કરવામાં આવે, રસ્તા ઉપરના દબાણ દૂર કરવામાં આવે તેના માટે મોરબી પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે અત્રે ઉલેખનીય છે કે, સોસાયટીની કમિટીના સભ્યો શાંત અને સૌમ્ય રીતે પોતાના મંતવ્યો થોડા દિવસો પહેલા વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે દબાણકર્તા લોકો મોટા અવાજે બોલાચાલી કરવા લાગ્યા અને આ ચાર પાંચ લોકોએ આખી આલાપ સોસાયટીને બાનમાં લીધી હોય એવું વાતાવરણ સર્જાયું હતું અને સમજાવટના તમામ પ્રયત્નો છતાં સમજુતી ન થતા અંતે આલાપ પાર્કના રહીશો ખુબજ મોટી સંખ્યામાં કલેકટર અને નગરપાલિકાના વહીવટદાર પાસે રજુઆત કરવા માટે આવ્યા હતા આટલું જ નહીં રહેણાંક વિસ્તારમાં ચાલતા ગોડાઉન બાબતે સ્ટેટ જીએસટી વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં પણ જાણ કરાઈ છે.






Latest News