મોરબીની મહેન્દ્રનગર ચોકડીનો બનાવ, બાઈક ઉપરથી પટકાયેલ 10 વર્ષીય દ્વિજાનું સારવારમાં મોત મોરબીમાં દેશી કટ્ટામાંથી થયેલ ફાયરિંગના ગુનામાં રવાપર ગામના એક શખ્સની ધરપકડ મોરબી જિલ્લા એલસીબીની ટીમે એક મહિલા સહિત 6 નાસતા ફરતા આરોપીઓને દબોચી લીધા UPI પેમેન્ટ સામે વિરોધ: મોરબીના વેપારીઓએ કેશ-ચેકથી વેપારી શરૂ કર્યો મોરબીમાં દારૂ પી લૂખ્ખાનો આતંક: દૂકાનમાં કરી તોડફોડ મોરબીમાં ગેરકાયદે કતલખાના સામે આંખ આડા કાન કરતી મહાપાલિકા સામે ઉગ્ર આંદોલનની હિન્દુ સંગઠનની ચીમકી મોરબીના રવાપર ગામે ગળાફાંસો ખાઈને મહિલાનો આપઘાત: હળવદના નવા માલણીયાદ ગામે કેનાલમાં ડૂબી જવાથી પરિણીતાનું મોત મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કક્કડ પરિવાર આપશે સ્વજનને શ્રદ્ધાંજલિ
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસ દ્વારા આયોજિત સમર કેમ્પમાં વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર અંગે માર્ગદર્શન અપાયું


SHARE









મોરબીમાં પોલીસ દ્વારા આયોજિત સમર કેમ્પમાં વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર અંગે માર્ગદર્શન અપાયું

સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) યોજના અંતર્ગત મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ માટે પોલીસ વિભાગ દ્વારા ૨૪ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી સમર કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.આ સમર કેમ્પ અન્વયે આજરોજ તા. ૨૮ એપ્રિલના રોજ વિદ્યાર્થિઓ માટે સવિશેષ સોમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમીનારમાં ગોકુળનગર પ્રાથમિક શાળાના આચાર્ય વિનોદભાઈ ગોધાણી દ્વારા તમામ વિદ્યાર્થીઓને વિવિધ શિષ્યવૃત્તિઓને લગતી પરીક્ષાઓ અને  સ્પર્ધાત્મક  પરીક્ષાઓની તૈયારીઓ કેવી રીતે કરવી તથા ધો. ૧૦ અને ૧૨ પછીના વિવિધ અભ્યાસક્રમોની માહિતી વિગતવાર આપવામાં આવી હતી. તો મોરબીની શિવમ હોસ્પિટલના એમ.ડી. ડો. પ્રહલાદ ઉઘરેજા દ્વારા વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર અંગે પ્રાથમિક સારવારના તબક્કા, પ્રાથિમક સારવાર આપવાની પદ્ધતિઓ વગેરે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર અંગેનું ડેમોસ્ટ્રેશન પણ આપવામાં આવ્યું હતું. આ સેમીનારમાં પી.આઈ. પ્રકાશભાઈ દેકાવડિયા તથા અન્ય પોલીસ કર્મચારીઓ અને પોલીસ સ્ટુડન્ટ કેડેટ યોજના હેઠળના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા




Latest News