મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના સ્વાગત કાર્યક્રમ ગૌચરની જમીનમાં દબાણ, ખનીજ ચોરી, ટ્રાફિક સમસ્યા સહિતના ૧૧ પ્રશ્નો રજૂ કરાયા


SHARE







મોરબી જિલ્લાના સ્વાગત કાર્યક્રમ ગૌચરની જમીનમાં દબાણ, ખનીજ ચોરી, ટ્રાફિક સમસ્યા સહિતના ૧૧ પ્રશ્નો રજૂ કરાયા

દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૪ એપ્રિલ ૨૦૦૩ ના SWAGAT (સ્વાગત - સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવાન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેક્નોલોજી) કાર્યક્રમની શરૂઆત કરી હતી. અને ટેક્નોલોજીના ઉપયોગથી સુશાસનનું સ્તર કેવી રીતે  સુધારી શકાય તેનું આ SWAGAT કાર્યક્રમ એક ઉત્તમ ઉદાહરણ છે. જેના માટે આ કાર્યક્રમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ એવોર્ડ્સ પ્રાપ્ત થયા છે.

એપ્રિલ ૨૦૨૩ માં સ્વાગત કાર્યક્રમના ૨૦  વર્ષ પૂર્ણ થવાના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં એપ્રિલ મહિનાનું અંતિમ સપ્તાહસ્વાગત સપ્તાહ તરીકે ઉજવાઇ રહ્યું છે ત્યારે આ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત મોરબીમાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે કલેકટર જી.ટી. પંડયાના અધ્યક્ષ સ્થાને યોજાયો  હતો મોરબીમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લાકક્ષાએ ૧૧ અરજીઓ મળેલ હતી. જેમાં રસ્તા પર જમીન દબાણજમીન માપણીખનીજ ચોરીરોડની  અલાયમેન્ટ બદલી જવાગેરકાયદેસર વેચાણ વ્યવહારની નોંધ રદ કરવાગૌચર જમીનના  દબાણ દૂર કરવાગેરકાયદેસર મકાનનું દબાણ દૂર કરવાશહેર ટ્રાફિક સમસ્યા ધ્યાને લઈ ફૂટપાથ પરના દબાણો દૂર કરવા સહિત વિવિધ મુદ્દાઓ સંદર્ભે વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.  જે તમામ ૧૧ અરજીઓનો હકારત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આ ૧૧ અરજદારો પૈકી ૫ અરજદારોને રૂબરૂમાં સાંભળી હકારત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લામાં ગ્રામ સ્વાગત કાર્યક્રમ અન્વયે ૧૫૩૩ અરજીઓ મળેલ હતી જેમાંથી ૧૫૨૩ અરજીઓનો હકારત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં ૧૩૩ અરજદારોને રૂબરૂમાં સાંભળવામાં આવ્યા હતા. અને તાલુકા સ્વાગત કાર્યક્રમ અન્વયે ૧૨૨ અરજીઓ મળેલ હતી. જેમાંથી ૧૧૯ અરજીઓનો હકારત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં ૫૪ અરજદારોને રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા. આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ડીડીઓ ડી.ડી. જાડેજાનિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર સહિતના સબંધિત વિભાગના અધિકારીઓએ હાજર રહ્યા હતા 






Latest News