મોરબીની ગોપાલ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ચાર શખ્સ 39,400 ની રોકડ સાથે ઝડપાયા વાંકાનેરના મહીકા ગામ નજીકથી પોલીસે પીછો કરીને દારૂ ભરેલ ક્રેટા ગાડી સાથે એક આરોપીને દબોચ્યો: 5.95 લાખનો મુદામાલ કબ્જે હળવદના રણજીતગઢ ગામે રિસેસમાં શાળાએથી ઘરે જતી બાળકીનું રસ્તામાં સાયકલ ઉપરથી નીચે પડી જતાં મોત વાંકાનેર નજીક કેરાળાના પાટીયા પાસે ગટરમાંથી માથામાં ઇજા પામેલ હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો મોરબીના ઘુટુ ગામ પાસે આવેલ રામકો વિલેજ સોસાયટીમાં ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરના ભલગામ પાસે ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે જૂના ઝઘડોનો ખાર રાખીને યુવાન અને તેના મિત્રને 4 શખ્સોએ માર માર્યો મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં અનુ.જાતિ.સમાજ સાથે ભેદભાવ રાખી સરકારી કચેરીઓમાં કામ ન થતાં હોવાની રજૂઆત


SHARE









મોરબી જિલ્લામાં અનુ.જાતિ.સમાજ સાથે ભેદભાવ રાખી સરકારી કચેરીઓમાં કામ ન થતાં હોવાની રજૂઆત

મોરબી જિલ્લા અનુ.જાતિ સમાજના આગેવાનોના પ્રતિનિધી મંડળ દ્રારા જીલ્લા કલેકટરને લેખિત રજુઆત કરીને જણાવવામાં આવેલ છે કે અમારા સમાજના લોકો પ્રત્યે ભેદભાવ રાખી સરકારી કચેરીઓમાં કોઈપણ કામ થતાં નથી.જેથી યોગ્ય સુચનાઓ આપવા માંગ કરાયેલ છે.

જેમાં મોરબીના ધુળકોટ ગામે ૧૪ એપ્રિલના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરની તસ્વીરનો નાશ કરી અનુ.જાતિ સમાજની લાગણીને ઠેસ પહોંચાડી હતી. અન્ય બનાવમાં ઘણા સમયથી કાલીકાનગરના અરજદારો દ્વારા પોતાના વડીલો પાર્જીત મિલકત સંબધે ન્યાય ન મળતા ચાલી રહેલ આંદોલનમાં ન્યાય આપવો.તેમજ મોરબીના ચાંચાપર ગામે આવેલ અનુ.જાતિ સમાજના જુના રાજાશાહી વખતના સ્મશાન ઉપર કબ્જા બાબતે તપાસ કરી ન્યાય આપવવાની માંગ કરવામાં આવેલ છે.

તેમજ મોરબીના સોખડા ગામના સામાજીક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા તાલુકા વિકાસ અધિકારી તેમજ લાગતા વળગતા અધિકારીઓને કરેલ રજુઆતોનો યોગ્ય નિકાલ,બહાદુરગઢ ગામે કલ્પેશ ગોહિલના બેનને ગુમશુધા હોય જે બાબતે પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ થયેલ હોવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરેલ હોય જે અંગે તપાસ કરવા, તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં અનુ.જાતિના વિસ્તારોમાં આવારા તત્વો દ્વારા ખુલ્લેઆમ દેશી દારૂના હાટડાઓ ચાલુ હોય જે બંધ કરાવવા, માળીયા-વનાળીયા પ્રા.શાળા છેલ્લા બે વર્ષથી પાડી દીધેલ છે.જેના કારણે અનુ.જાતિ સમાજના બાળકોને રેલ્વેના પાટા ઓળંગી જાનના જોખમે દુર સુધી અભ્યાસે જવું પડતું હોય જે બાબતે નજીકના વિસ્તારમાં કામ ચલાઉ વ્યવસ્થા કરવા તેમજ જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓમાં અનુ.જાતિ સમાજના અરજદારોની રજૂઆતોને તાત્કાલિક નિવારણ લાવવામાં આવે તેવી માંગ મોરબીના અનુ.જાતિ સમાજના આગેવાનોએ જીલ્લા કલેકટર પંડયાને કરી હતી.




Latest News