હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સિલિકોસીસ પીડીત સંગઠન દ્વારા આંતરરાષ્ટ્રીય કામદાર સ્મૃતિ દિવસ ઉજવાયો


SHARE













મોરબીમાં સિલિકોસીસ પીડીત સંગઠન દ્વારા આંતરરાષ્ટ્રીય કામદાર સ્મૃતિ દિવસ ઉજવાયો

ગુજરાત સરકાર જાહેર કરે તે ગરીબ છે..કલકેટર કચેરીમાંથી અમને કાઢી મુકાયા, સાંભળ્યા નહીં..પીડિતોની વ્યથા કોઈ સાંભળતું નથી

૨૮ મી એપ્રિલે સમગ્ર દુનિયામાં વર્ષ દરમ્યાન કામને સ્થળે અકસ્માતમાં અથવા વ્યવસાયિક રોગને કારણે મૃત્યુ પામેલા કામદારોને અંજલી આપવામાં આવે છે આઈ.એલ.ઓ. એ તેને "વર્લ્ડ ડે ફોર સેફ્ટી એન્ડ હેલ્થ" જાહેર કર્યો છે. સિલિકોસીસ પીડીત સંગઠન દ્વારા મોરબીના રામધન આશ્રમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં થાન, જૂનાગઢ, રાજકોટથી પણ સિલિકોસીસ દર્દીઓએ હાજરી આપી મૃતકોને શ્રદ્ધાંજલી આપી હતી.પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટરના નિયામક જગદીશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વિશ્વમા વર્ષે અંદાજે ૨૩ લાખ કામદારો અકસ્માત કે વ્યવસાયિક રોગોને કારણે મૃત્યુ પામે છે તે પૈકી અકસ્માતમાં મૃત્યુ પામે છે તેના કરતાં સાત ગણા વધુ કામદાર જુદાજુદા વ્યવસાયિક રોગોને કારણે અકાળે મોત ને ભેટે છે.

સિલિકોસીસ પીડિતોએ આ પ્રસંગે પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જ્યારે થાનના પીડિતો સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર આવદેનપત્ર આપવા ગયા ત્યારે અમને સાંભળ્યા વગર જ અપમાનીત કરી કાઢી મુક્યા હતા..! જુનાગઢના સિલિકોસીસ પીડિતોને ઈ. એસ.આઈ માંથી માંદગીની રજા કાઢી આપતા નથી અથવા બીજે રિફર કરે તો ભાડું પણ ચૂકવતા નથી, અન્ય પીડીતે જણાવ્યું હતુ કે ઈ.એસ.આઈ કોર્પોરેશનનું મેડિકલ બોર્ડ અપંગતાની આકારણી બરાબર કરતા ન હોવાથી લાભ પૂરતો મળતો નથી.મોરબીના પીડીતે જણાવ્યું હતુ કે સિલિકોસીસને કારણે અપંગતા આવ્યા પછી કારખાનામાંથી નિવૃત્ત થવું પડે છે અને પછી આવક બંધ થાય છે ત્યારે સામાજિક સુરક્ષા જ કામ આવે કામદારોને સામાજિક સુરક્ષા કાયદોનો લાભ આપવો જોઈએ સિલિકોસીસ પીડીત સંગઠનના આગેવાન મહેશભાઈ મકવાણાએ જણાવ્યું હતુ કે જો રાજસ્થાન અને હરિયાણાની સરકારો સિલિકોસીસ પીડિતોને પેંશન ચૂકવી શકતી હોય તો ગુજરાત સરકાર કેમ ચૂકવી ન શકે ? જો ચૂકવી શકતી ન હોય તો ગુજરાત સરકારે પોતે ગરીબ હોવાની જાહેરાત કરવી જોઈએ.

મોરબીના સ્વ.કાંતિભાઈ ચાવડાના માતાએ જણાવ્યું હતુ  કે મારા દીકરાને કોઈ વ્યસન ન હતું.૧૮ વર્ષ કરખાનમાં કામ કર્યા પછી તેને સિલિકોસીસ થયો તેની સારવારમાં ૧૮ થી ૨૦ લાખનો ખર્ચ થયો અને તે ખર્ચ કાઢવા મકાન વેચવું પડ્યું હવે દીકરો ગુમાવ્યો તેમજ ઘર પણ ગુમાવ્યુ.કાન્તિભાઈની દીકરીને ભણવાનું છોડાવી કામે લગાડવી પડી.અધ્યક્ષ સ્થાનેથી બોલતા ર્ડો.એન. સી.સોલંકીએ કાયદાના સારા અમલની માંગણી કરી હતી તેમજ કાયદાઓની માહિતી મેળવી સંઘર્ષ કરવા કામદારોને હાકલ કરી.નવજીવન ટ્રસ્ટના સિસ્ટર ટેસી તેમજ પ્રયાસ સી.એલ.આર.એ ના પ્રતિનિધિ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.તેમ ટ્રસ્ટના ચિરાગભાઇએ જણાવેલ છે.






Latest News