મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ચોકડી નજીક સ્કૂલ બસમાં આગ: 30 જેટલા બાળકોનો ચમત્કારી બચાવ:એસપી દ્વારા ચાર પોલીસ કર્મચારીઓને ઇનામ અને સન્માન પત્ર પણ જાહેરાત કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
Breaking news
Morbi Today

મોરબી આમ આદમી પાર્ટી દ્વારા ઈસુદાન ગઢવી સામેની ફરિયાદ રદ કરવાની કલેકટરને રજૂઆત


SHARE







મોરબી આમ આદમી પાર્ટી દ્વારા ઈસુદાન ગઢવી સામેની ફરિયાદ રદ કરવાની કલેકટરને રજૂઆત

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી પર દાખલ કરાયેલી એફ.આઈ.આર. રદ કરવામાં આવે, નાગરિકોના વાણી સ્વાતતંત્ર્યને રોકવા માટે ખોટી રીતે દાખલ કરતી એફ.આઈ.આર. (પોલીસ ફરિયાદો)ને રોકવા બાબત આવેદન આપવામા આવ્યું છે

ગુજરાતમાં હમણાં હમણાં સાચા ગુનાઓમાં ભોગ બનનારની ફરિયાદ લેવામાં પોલીસ ટાળટાળી કરે છે અને બંધારણે બક્ષેલા, નાગરિકોના  વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિના અધિકારો ઉપર તરાપ મારતી ફરિયાદો તાત્કાલિક નોંધે છે. એક તરફ વેરાવળના સુપ્રતિષ્ટિત ડૉ. ચગના આપઘાતના બનાવ માટે જવાબદારો સામે પગલાં ભરવા માટે એમના દીકરાને હાઇકોર્ટ સુધી જવું પડે છે. બીજી તરફ, રિપોર્ટિંગ કરવા બદલ પત્રકાર પર કેસ દાખલ થાય છે, એક ટ્વીટ કરવા બદલ જવાબદાર રાજકીય પક્ષના પ્રદેશ પ્રમુખ ઉપર વિવિધ કલમ લગાવીને કેસ દાખલ કરવામાં આવે છે.

રાજ્યના નાગરિકોમાં આવી ઘટનાઓથી ભયનો માહોલ ફેલાય છે. નાગરિક પોતાની વેદના, લાગણી, અભિપ્રાય વ્યક્ત કરતા ડર અનુભવે છે. અને નાગરિકોમાં ઉભી થતી આ ડરની લાગણી તંદુરસ્ત લોકશાહી માટે ઘાતક છે, રાજ્ય એક પ્રકારના આપખુદ શાસન તરફ આગળ વધી રહ્યું હોય એવો માહોલ ઉભો થાય છે.જેથી કરીને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ઉપર ટ્વીટને આધાર બનાવી સાઇબર ક્રાઇમમાં દાખલ કરવામાં આવેલી કરિયાદ તાત્કાલિક રદ કરવામાં આવે. અને પોલીસને અધિકારીક સૂચના આપવામાં આવે કે, નાગરિકોના બંધારણીય અધિકારોનું રક્ષણ કરે અને ખરેખર ગુનાહિત કૃત્યો થયા હોય એવા બનાવોમાં કોઈ પણ ચમરબંધી હોય તો પણ પરવા કર્યા વગર જવાબદારો સામે ગુના દાખલ કરી કાર્યવાહી કરવાની હિમ્મત દાખવે તે જરૂરી છે આ તકે જિલ્લાના પ્રમુખ ગિરીશભાઈ પેથાપરા, પંકજભાઈ રાણસરિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા




Latest News