મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત મોરબીના ટીંબડી ગામે આંગણવાડીમાં જન્માષ્ટમી ઉજવાઇ મોરબી જિલ્લામાં અનાથ બાળકો માટે સરકારની વિવિધ સહાય યોજનાઓ બની આશીર્વાદ ​​​​​​​મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૬ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ વાંકાનેર શહેરના એનડીપીએસના ગુનામાં આરોપી ઝડપાયો
Morbi Today

મોરબીમાં મારામારી અને મારી નાખવાની ધમકીના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE





મોરબીમાં મારામારી અને મારી નાખવાની ધમકીના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબીના શનાળા બાયપાસ રોડે આવેલ આંનદ નગરમાં મારા મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ બનેલ હતો જે ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આને તે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે

આ કેશની હકીકત એવી હતી કે, આરોપીઓ કેશુભાઇ નટુભાઇ સહિત 3 રહે. આંનદ નગરનિલેશ પાન વાળી શેરીશનાળા બાયપાસ મોરબી વાળાએ ફરીયાદીને જેમ ફાવે તેમ ભુડાં બોલી ગાળો આપી ઉશકેરાય જઇ પાવડાના લાકડાના હાથા વડે ફરીયાદીને જમણા હાથમાં ફ્રેકચર કરી તેમજ માથાના ભાગે માર મરીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જે અંગે ફરીયાદીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૧ માં આઇપીસી કલમ ૩૨૩૩૨૫૫૦૪૫૦૬(૨)૧૧૪ તથા જી.પી. એક્ટ ૧૩૫ મુજબ નોંધાઈ હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આ અંગેનો કેસ મોરબીની એડી.ચિફ જ્યુ.મેજી.ફ.ક. કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીના વકીલની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ છે આ કેસમાં આરોપી વતી સનીયર વકીલ બી.બી. હડીયલ રોકાયેલ હતા.




Latest News