મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાંકાનેરના સરતાનપર રોડ પર પ્રોપેન ગેસ લીકેજના સિનેરિયો આધારિત મોક ડ્રીલ યોજાઈ મોરબીના રફાળેશ્વર ગામ પાસે સીરામીક કારખાનામાં બનાવેલ ગોડાઉનમાં રાખવામાં આવેલ નાફેડની મગફળીના જથ્થામાં વિકરાળ આગ, ફાયરની 7 ટીમો સ્થળ ઉપર મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાંથી નિલેશ એરવાડીયાને આંદોલન સમિતિએ તાત્કાલિક છૂટા કર્યા મોરબીમાં બાઈક પાર્કમાં બબાલ, યુવક ઉપર છરી-ધોકાથી હુમલો મોરબીમાં યુવતી કહ્યા વગર ગુમ : પોલીસ દ્વારા શોધખોળ શરૂ મોરબીના મહેન્દ્રનગરની યુવતી ગુમ, ટીંબડી નજીકના ફાયરીંગમાં આરોપીની ધરપકડ પોલીસની ધાક કયાં ? : માળીયા મિયાણામાં લગ્ન પ્રસંગે થયેલ બોલાચાલીનું વેર લેવા બાઈક સાથે કાર અથડાવી પાઇપ વડે હુમલો-ભાગવા જતા બંદૂકથી ફાયરિંગ ! માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામે પત્ની સાથે ઝઘડા બાદ યુવાને એસિડ પી લેતા સારવારમાં


SHARE









મોરબીના પીપળી ગામે પત્ની સાથે ઝઘડા બાદ યુવાને એસિડ પી લેતા સારવારમાં

મોરબી નજીકના પીપળી ગામ પાસે આવેલ મારુતિ પાર્ક સોસાયટીમાં રહેતા યુવાનને તેની પત્ની સાથે ઝઘડો થયો હતો ત્યારબાદ તેને પોતાની જાતે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને પહેલા ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યા બાદ રાતે તેણે એસિડ પીધું હતું જેથી તે યુવાનને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકો પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળી ગામ પાસે આવેલ મારુતિ પાર્ક સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર મોહનભાઈ મકવાણા (૨૭) નામના યુવાને પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ ખાતે આ યુવાનને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની આગળની તપાસ કરી રહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.એમ. જાડેજા સાથે વાત કરતા તમે જણાવ્યું હતું કે, યુવાનને તેની પત્ની સાથે ઝઘડો થયો હતો ત્યારબાદ તેણે સાંજના સમયે પોતાના ઘરે ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ રાત્રે દસેક વાગ્યાના અરસામાં તેણે એસિડ પી લીધું હતું જેથી કરીને તે યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને પોલીસે આ બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

 મારામારીમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકાનસર પાસે પ્રેમજીનગરમાં મારામારીનો બનાવ બન્યો હતો અને જે મારા મારીના બનાવમાં મયુર રમેશભાઈ પરમાર (૨૧), ધવલ રમેશભાઈ પરમાર (૨૧) અને મયુર કનુભાઈ ગેડીયા (૧૮) નામના ત્રણ યુવાનોને ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારી દ્વારા કરવામાં આવી રહી છે

 

યુવાનનું મોત

મોરબીના ઉંચી માંડલ ગામ પાસે આવેલ સેરોન ગ્રેનાઈટ કારખાનામા કામ કરતા અટલકુમાર રામરૂપ નાગર (૩૨) નામના યુવાનનું કોઈ કારણોસર મૃત્યુ નિપજયુ હતું જેથી તેના બોડીને મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે






Latest News