હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના શિક્ષકો રાષ્ટ્રીય શૈક્ષણિક અધિવેશનમાં ભાગ લેશે


SHARE





મોરબી જિલ્લાના શિક્ષકો રાષ્ટ્રીય શૈક્ષણિક અધિવેશનમાં ભાગ લેશે

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના યજમાનપદે આગામી તા.૧૨ મી મે ના રોજ યોજાનાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું ૨૯ મું રાષ્ટ્રીય શૈક્ષણિક અધિવેશ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનું ૧૬ મું અધિવેશન યોજાનાર છે.જેનો શુભારંભ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતમાં થવાનો હોય, મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકો મોટી સંખ્યામાં ત્યાં હાજરી આપશે તેમ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયાએ યાદીમાં જણાવ્યું છે.શિક્ષકોના આ અધિવેશનમાં દેશના વડાપ્રધાન હાજરી આપવાના હોય, અધિવેશનને સફળ બનાવવા તમામ શિક્ષકો ઉત્સાહિત છે.આવતી કાલ તા.૧૨ અને ૧૩ અધિવેશન બાદ તા.૧૩ થી ૨૧ સુધી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પૂજ્ય મોરારિબાપુની રામકથાનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું તેઓએ યાદીમાં જણાવેલ છે.




Latest News