રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

માળીયા (મી)નાં ભાવપરમાં જૂના ઝઘડાનો ખાર રાખીને બે યુવાન ઉપર ધોકા વડે હુમલો: એકની હત્યા, એકને ઇજા


SHARE









માળીયા (મી)નાં ભાવપરમાં જૂના ઝઘડાનો ખાર રાખીને બે યુવાન ઉપર ધોકા વડે હુમલો: એકની હત્યા, એકને ઇજા

મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાનાં ભાવપર ગામે ભત્રીજાની સાથે સાતેક દિવસ પહેલા ધંધા બાબતે બોલાચાલી કરનારા શખ્સોને ઝઘડો ન કરવા માટે થઈને કાકાએ કહ્યું હતું તે કાકા સહિતના બે વ્યક્તિ ઉપર બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓએ ધોકા વડે હુમલો કર્યો હતો ત્યારે એક યુવાનને માથામાં ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું અને એક યુવાનને ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવાર લીધા બાદ હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશને બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓની સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાનાં ભાવપર ગામે રહેતા ધીરૂભાઈ નરશીભાઈ કાળુ જાતે કોળી (૪૦) એ હાલમાં માળીયા મીંયાણા તાલુકા પોલીસ સ્ટેશને છગનભાઇ બચુભાઈ કાળુ, કેશાભાઈ બચુભાઈ કાળુ, ભરતભાઈ રામભાઈ, ભરતભાઈના પત્ની ગીતાબેન અને છગનભાઈના પત્ની રહે. બધા ભાવપર વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના ભત્રીજા મુકેશભાઇ પ્રભુભાઇને આરોપી છગનભાઇ અને ભરતભાઇ સાથે સાતેક દીવસ પહેલા ધંધા બાબતે બોલાચાલી થયેલ હતી અને ત્યારે ફરીયાદીએ ઝઘડો નહી કરવા સમજાવેલ હતા જે બાબતેનુ મન દુખ રાખી બે મહિલા સહિતના પાંચેય આરોપીઓએ ફરીયાદી તથા બટુકભાઇ નરશીભાઇ કાળુ (૪૫)ને ભુંડાબોલી ગાળો આપી હતી અને આરોપી કેશાભાઈ બચુભાઈ કાળુ, ભરતભાઈ રામભાઈ અને ભરતભાઈના પત્ની ગીતાબેનએ ઉશ્કેરાઇ જઇ ઢીકાપાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપી છગનભાઇ બચુભાઈ કાળુએ ફરીયાદીને ધોકા વડે માથાના ભાગે બે ઘા મારતા ગંભીર ઇજા થવાથી તેને માથામાં પાંચ ટાંકા આવેલ હતા અને બટુકભાઇ નરશીભાઇ કાળૂ ત્યારે વચ્ચે પડતા આરોપી છગનભાઇ બચુભાઈ કાળુએ તેને પણ માથામાં ધોકો મારતા માથામાં ગંભીર ઇજા થતા તેનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં ધીરૂભાઈ નરશીભાઈ કાળુએ નોંધવાલે ફરિયાદ આધારે પોલીસે આઈ.પી.સી કલમ ૩૦૨, ૩૨૪, ૩૨૩, ૧૧૪, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 




Latest News