મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં યુવતી પાસે અશ્લીલ માંગણી કરી લગ્ન માટે દબાણ કરનારા વિધર્મી શખ્સની ધરપકડ


SHARE







મોરબીમાં યુવતી પાસે અશ્લીલ માંગણી કરી લગ્ન માટે દબાણ કરનારા વિધર્મી શખ્સની ધરપકડ

મોરબી શહેરમાં છેડતી અને દુષ્કર્મના બનાવો ચિંતાજનક વધી રહ્યા છે ત્યારે વધુ એક લાલબતી સમાન બનાવો મોરબીમાં સામે આવ્યો છે જેમાં માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતી સાથે મોબાઈલ ફોન નંબર મેળવીને સંપર્ક કરીને તેને મોરબીના કામધેની પાર્ટી પ્લોટે તથા અન્ય જગ્યાએ બોલાવીને તેની સાથે સેલ્ફી ફોટા પાડી લીધા હતા ત્યાર બાદ તેને બ્લેકમેલ કરવામાં આવતી હતી અને તેના શરીરે અડપલા કરીને અશ્લીલ માંગણી કરવામાં આવતી હતી તેમજ લગ્ન કરવા માટેનું દબાણ કરવામાં આવતું હતું જો કે, યુવતીએ લગ્ન કરવાની ના પાડી હતી જેથી કરીને તે યુવતીને તેમજ તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી જેની યુવતીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં આ ગુનામાં આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીનો આઠેક મહિના પહેલા કોઈપણ રીતે હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા એજાજ અલાઉદ્દીન હિંગળોજા નામના શખ્સે મોબાઈલ નંબર મેળવી લીધો હતો અને ત્યારબાદ તેની સાથે વિશ્વાસ કેળવીને તેની ફ્રેન્ડ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ કામધેનું પાર્ટી પ્લોટ ખાતે આવેલ છે તેવું કહીને તેને વિશ્વાસમાં લઈને કામધેનુ પાર્ટી પ્લોટે બોલાવીને તેમજ અલગ અલગ જગ્યાઓએ તેને લઈ જઈને તેની સાથે સેલ્ફી ફોટા પાડી લીધા હતા અને ત્યારબાદ તે ફોટોના આધારે તેને બ્લેકમેલ કરી અવારનવાર મળવા માટે યુવતીને બોલાવવામાં આવતી હતી અને ત્યારે તે યુવતી સાથે શારીરિક અડપલા કરીને અશ્લીલ માગણી કરવામાં આવતી હતી તેમજ લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવતું હતું જોકે, યુવતીએ લગ્ન કરવાની ના પાડી હોવા છતાં તેને ફોન કરીને આરોપી દ્વારા ફરિયાદીને તેમજ તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી કરીને ભોગ બનેલી યુવતી દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એજાજ અલાઉદ્દીન હિંગળોજાની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૩૫૪ (એ), ૩૫૪ (બી) અને ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ પી.આર. સોનારા અને તેના સ્ટાફ દ્વારા આરોપી એજાજ અલાઉદ્દીન હિંગળોજા જાતે મુસ્લિમ (૧૯) રહે. નવા દેવળીયા તાલુકો હળવદ વાળાની ધરપકડ કરવામાં આવેલ છે 






Latest News