રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

હળવદના ટીકરમાં આગ લગતા માલધારીને થયેલ નુકશાન સામે સરકારમાંથી સહાય આપવાની માંગ


SHARE









હળવદના ટીકરમાં આગ લગતા માલધારીને થયેલ નુકશાન સામે સરકારમાંથી સહાય આપવાની માંગ

હળવદનાં ટીકર ગામે રવિવારે બપોરે આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં માલધારીના ૪૦૦ જેટલા અબોલ જીવ માટે રાખેલ ઘાસચારો બળીને ખાખ થઈ ગયેલ છે ત્યારે માલધારી પરિવાર નિરાધાર બની ગયો છે જેથી કરીને મોરબી જિલ્લાના કોંગ્રેસના આગેવાન દ્વારા પશુપાલન મંત્રીને લેખિતમાં રજૂઆત કરીને માલધારીને સહાય આપવાની માંગ કરવામાં આવી છે

હાલમાં મોરબી જિલ્લાના કોંગ્રેસના આગેવાન રમેશભાઈ રબારીએ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે, હળવદના ટીકર ગામે તા ૧૪/૫ નાં બપોરનાં સમયે રબારી કાળુભાઈ માવજીભાઈનાં વાડામાં આગ લાગી હતી જેથી કરીને માલધારીની ૩૦૦ ગાય અને ૧૦૦ ભેંસો માટેના ચારો બળીને ખાખ થઈ ગયેલ છે અને ચાર હજાર મણ કળબ, તેમજ ૭૦૦ મણ ગવારનો ભુક્કો બળીને ખાખ થવાથી માલધારીને લખો રુપિયાનું નુકશાન થયું છે અને આગ લાગી તે વિસ્તારમાં ઈલેકટ્રીકના થાંભલા પણ ન હતા જેથી આગ અકસ્માતે લાગી હોય માલધારી પરિવારને આશરે દસ લાખનું નુકસાન થયેલ છે. જેથી આ પરિવાર અને તેના પશુધન માટે  સરકાર તરફથી સત્વરે સહાય આપવામાં આવે તેવી માંગ કરેલ છે




Latest News