મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર પાસે બાઇકને હડફેટે લઈને આધેડને ઇજા કરનારા છોટા હાથીના ચાલક સામે ગુનો નોંધાયો


SHARE













મોરબીના ખાનપર પાસે બાઇકને હડફેટે લઈને આધેડને ઇજા કરનારા છોટા હાથીના ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના ખાનપર રોડ ઉપરથી બાઇક લઈને જઈ રહેલા આધેડના બાઇકને છોટા હાથીના ચાલકે હડફેટે લીધું હતૌ જેથી કરીને સર્જાયેલા અકસ્માતના બનાવમાં ગંભીર રીતે આધેડેને ઇજા થયેલ હતી જેથી તેને સારવારમાં લઈને આવ્યા હતા અને હાલમાં બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ખાનપર ગામના વતની અને હાલ મોરબીના શનાળા રોડ ઉપર સુપર માર્કેટની સામે આવેલ ક્રિષ્ના સોસાયટીમાં રહેતા વસંતભાઈ છગનભાઈ જીવાણી નામના ૫૧ વર્ષના આધેડ મોરબીથી સહકારી મંડળીમાં પૈસા ભરવા માટે ખાનપર ગામ તરફ જતા હતા ત્યારે મોરબી-ખાનપર રોડ ઉપર પંપની સામે બપોરના ૧૨ વાગ્યાના અરસામાં તેમના બાઇકને છોટા હાથીના ચાલક હડફેટે લીધુ હતુ જેથી આધેડને ગંભીર ઇજાઓ થી હોવાથી તેને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા આ બનાવમાં હાલમાં રજનીકાંતભાઇ વશરામભાઇ જીવાણી જાતે પટેલ (૪૫)એ છોટા હાથી નંબર જીજે ૩૬ વી ૦૫૪૭ ના ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News