મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી અને રાજ્ય મંત્રીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું મોરબીમાં શનાળાના શક્તિ માતાના મંદિરે પ્રભારી મંત્રી-રાજ્યમંત્રીએ સ્વચ્છતા માટે કર્યું શ્રમદાન મોરબીમાંથી યુવતી ગુમ, પોલીસને જાણ કરાતા તપાસ શરૂ મોરબીમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવતા મને જૂના કેસમાં પોલીસની નોટિસ મળી: પંકજ રાણસરીયા મોરબીમાં ૧૫૦ પેટી દારૂના ગુનામાં પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો હળવદના કોયબા ગામ પાસે રબ્બરની ફેક્ટરીમાં લાગેલી આગ કાબુમાં: કુલિંગ માટે હજુ પણ પાણીનો મારો ચાલુ હળવદના ખેતરડી ગામે દારૂની રેડ: 2700 લીટર આથો-50 લિટર દેશી દારૂ કબ્જે, આરોપીની શોધખોળ મોરબીમાં કાર ચાલકે બુલેટને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ ઉપર ટ્રેક્ટર ચાલકે બાઇકને હડફેટ લેતા વૃદ્ધ સારવારમાં


SHARE











મોરબીના જેતપર રોડ ઉપર ટ્રેક્ટર ચાલકે બાઇકને હડફેટ લેતા વૃદ્ધ સારવારમાં

મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર આવેલ જૂની પીપળી ગામે ગોકુલધામ સોસાયટી વિસ્તારમાં રહેતા વૃદ્ધ પોતાનું બાઈક લઈને જેતપર રોડ ઉપરથી જતા હતા ત્યારે અજાણ્યા ટ્રેક્ટરના ચાલકે તેમને હડફેટ લેતા ઈજાઓ થતાં રમણીકભાઈ ગિરધરભાઈ નામના ૬૯ વર્ષીય વૃદ્ધને શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અકસ્માત બનાવ અંગે હોસ્પિટલ તરફથી જાણ થતા હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.જ્યારે મોરબીના માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટીયા પાસે સર્જાયેલ વાહન અકસ્માતના બનાવમાં ભાવેશ જગદીશભાઈ નિમાવત (ઉંમર ૩૩) રહે.ત્રિલોકધામ સોસાયટી નવલખી રોડ વાળાને ઇજાઓ પહોંચતા તેને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો જ્યાંથી તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના રફાળેશ્વર ગામે રહેતો જયેશ નરસીભાઈ ચાવડા નામનો યુવાન પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે રફાળેશ્વર ગામની પાસે નર્મદા કેનાલ નજીક તેનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી તેને અત્રેની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી તાલુકા પોલીસમાં જાણ થતા હાલ તાલુકા પોલીસ દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે વાહન અકસ્માતનો બીજો બનાવ મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ પાસે આવેલ માળિયા ફાટક નજીક બન્યો હતો જે વાહન અકસ્માતના બનાવમાં પંચાસર (શિવનગર) ના રહેવાસી હિમાંશુ જે.ધોરીયાણી નામના ૨૨ વર્ષના યુવાનને ઇજા થતા શહેરના સામાકાંઠેની સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જેથી બનાવ અંગે હાલ બી ડિવિઝન પોલીસમાં જાણ થયેલી હોય બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ અકસ્માત બનાવની આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના કંડલા બાઇપાસ ઉપર વાવડી ચોકડી પાસે આવેલ અતુલ શક્તિના શોરૂમ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં કાનજીભાઈ ભુરાભાઈ વડગાસીયા (ઉમર ૬૪) રહે.તુલસીકલા એપાર્ટમેન્ટ ઓમપાર્ક નાની કેનાલ નજીક મોરબી વાળાને ઇજાઓ પહોંચતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફૂલતરીયાએ તપાસ કરી હતી અને તેમાં સામે આવ્યુ હતુ કે કાનજીભાઈ વડગાસિયા બાઇક લઈને જતા હતા ત્યારે વાવડી ચોકડી નજીક તેમના બાઇકને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં તેઓને ઈજા પહોંચતા અત્રે ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News