મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન ઉપર જીવલેણ હુમલાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE













મોરબીમાં યુવાન ઉપર જીવલેણ હુમલાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીમાં શોભેશ્વર રોડે યુવાન અને તેના સાળા ઉપર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.જેની ફરિયાદ આધારે પોલીસે અગાઉ સાત આરોપીને ઝડપી લીધા હતા અને હાલમાં આ ગુનામાં વધુ એક આરોપીને પકડવામાં આવ્યો છે

મોરબીના કાંતીનગરમાં મસ્જીદની બાજુમા રહેતા ફતેમામદભાઇ દાઉદભાઇ કટીયાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશને થોડા સમય પહેલા ફરિયાદ નોંધાવી હતી કે, તે પોતાના સાળા જુસબભાઇ હબીબભાઇ જામ સાથે બજારમાં ગયો હતો અને મોરબીમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ જૂની પોસ્ટ ઓફીસ પાસે જુસબના મીત્રો મયુસિંહ દરબાર, સોહિલ સુમરા તથા સાજીદ સુમરા સાથે બેઠો હતો અને બધા વાતો કરી રહ્યા હતા ત્યારે અસલમભાઇ હાજીભાઇ ખોડ, શાહરૂખ હાજીભાઇ ખોડ, અલ્તાફ હાજીભાઇ ખોડ અને તેની સાથે છ થી સાત બીજા માણસો આવ્યા હતા અને અસલમ, શાહરૂખ અને બીજા ત્રણેક શખ્સોના હાથમા છરીઓ હતી અને તેઓ બેફામ ગાળો બોલવા લાગેલા હતા અને ફરિયાદીના સાળા જુસબ હબીબભાઈ જામને મારી નાખવાના ઇરાદે અસલમ તથા શાહરૂખ તથા બીજા બધા આરોપીઓએ આડેધડ છરીના ઘા માર્યા હતા ત્યારે ફરિયાદી વચ્ચે પડતાં તેમને ડાબા હાથમાં ખભા પાસે છરીનો એક ઘા માર્યો હતો અને જૂસબને છરીના ઘા મારતા સમયે આરોપીઓ કહેતા હતા કે “આજે તો આ જુસાને ઠામ મારી નાખવો છે જેથી ફરીવાર કોઇ દિ આડો ન આવે” અને છરીના ઘા મારીને આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો અને આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા ત્યાર બાદ ફરિયાદી તેના સાળાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યો હતો અને ત્યાર બાદ બી ડિવિઝન પોલીસે આ ગુનામાં અગાઉ અલ્તાફભાઇ હાજીભાઇ ખોડ, અનિસ હુસેનભાઇ સુમરા, સાહિલ અસગરભાઈ જેડા, રાહુલ ભરતભાઇ સારલા, રિયાઝ ગુલામભાઇ જેડા, રમઝાન ગુલામભાઇ મોવર અને મનસુખ હનાભાઇ ચાવડાની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે કલમ ૩૦૭ (ખુનની કોસીશ) હેઠળ આરોપી તરીકે યુનુસ હુસેનભાઇ ભટ્ટી જાતે મિયાણા (ઉમર ૨૨) રહે.વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરેલ છે.

પોલીસે માર માર્યાનો આક્ષેપ

મોરબીના પંચાસર રોડ ઉપર મફતપરા વિસ્તારમાં રહેતા ઈકબાલ કરીમભાઇ વડાવરીયા નામનો ૨૮ વર્ષનો યુવાન મારામારીમાં ઇજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં તેણે ડોક્ટરને જણાવ્યા મુજબ પોલીસ ડિ-સ્ટાફના લોકો દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો.એ ડિવિઝન પોલીસમાં જાણ થતા આ અંગે આગળની તપાસ ચાલુ હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના હરીપર ગામના રહેવાસી મહેશભાઈ અમરશીભાઈ અગોલા નામના ૫૫ વર્ષના આધેડ તેમનું બાઇક લઈને જતા હતા તે સમયે હરીપર ગામ નજીક તેઓનું બાઈક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં ઈજા થતા મહેશભાઇને અત્રેની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યાંથી બનાવ અંગે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા બીટ વિસ્તારના જમાદાર ફિરોજભાઈ સુમરા દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.






Latest News