રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના પરિણામમાં પી.જી.પટેલ કોલેજ સમગ્ર મોરબી જીલ્લામાં અવ્વલ


SHARE









સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના પરિણામમાં પી.જી.પટેલ કોલેજ સમગ્ર મોરબી જીલ્લામાં અવ્વલ

મોરબી જીલ્લામાં કોમર્સક્ષેત્રે પોતાની એક આગવી ઓળખ પ્રસ્થાપિત કરી ચુકેલી મોરબીની પી.જી.પટેલ કોલેજે ફરી એકવાર પોતાની સર્વોપરિતા સાબિત કરી છે.તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા જાહેર થયેલ બી.કોમ.સેમ-૬ ના પરિણામમાં પી.જી.પટેલ કોલેજની ૬ વિધાર્થીઓએ આક્ડાશાસ્ત્ર વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કર્યા છે, જયારે બે વિધાર્થીનીઓએ એકાઉન્ટ મેનેજમેન્ટમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરીને કોલેજ અને મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે. 

જેમાં ચંદારાણા બંસી, કોટેચા હેલી, પાટડિયા અવની, પીઠડીયા આદિત્ય, સોનાગ્રા જશવંતી અને વૈષ્ણવ બંસીએ આક્ડાશાસ્ત્ર વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કર્યા છે.જયારે  કોટેચા હેલી અને સોનાગ્રા જશવંતીએ એકાઉન્ટ મેનેજમેન્ટમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કર્યા છે.તાજેતરમાં જાહેર થયેલ બીબીએ સેમ-૬ ના પરિણામમાં કારિયા વૈભવી અને ભોજાણી બિંદી મોરબી જીલ્લા પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે તેમજ એમકોમ સેમ-૪ માં ભાલોડીયા ખુશીએ સમગ્ર યુનીવર્સીટીમાં છઠો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.વિધાર્થીઓની આ અભૂતપૂર્વ સિદ્ધી બદલ સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ, આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તથા સર્વે સ્ટાફગણે સર્વે વિધાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.




Latest News