મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના નજીકનો હોવાની વાત કરીને છ ધારાસભ્યોને આંટીમાં લેનાર શખ્સ મોરબીના સીરામીક કારખાનામાંથી પકડાયો..!


SHARE















ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના નજીકનો હોવાની વાત કરીને છ ધારાસભ્યોને આંટીમાં લેનાર શખ્સ મોરબીના સીરામીક કારખાનામાંથી પકડાયો..!

આજના સમયમાં યેનકેન પ્રકારે લોકોને છેતરવાની હોડ જામી છે જેમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મોરબીના સિરામિકના કારખાનામાં મજૂરી કામ કરતા ઇસમ દ્વારા પોતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો નજીકનો હોવાનું કહીને જુદાજુદા રાજ્યના છ જેટલા ધારાસભ્યોનો સંપર્ક કરી તેમને આંટીમાં લઇને મંત્રીપદ અપાવી દેવાની વાત કરીને છેતરવાનો પ્રયાસ કર્યો હોવાની મહારાષ્ટ્રના નાગપુર ખાતે ફરિયાદ નોંધાઇ હોય તેની તપાસમાં મોરબી ખાતે આવીને નાગપુર એલસીબીના પીએસઆઇ દ્વારા સીરામીકના કારખાનામાંથી એક શખ્સને ઉઠાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો નજીકનો હોવાનો દાવો કરીને છ ધારાસભ્યોને છેતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય અને મંત્રી પદ અપાવી દેવાની લાલચ આપીને પૈસાની માંગણી કરવામાં આવી હોય તે બાબતે મહારાજના નાગપુર ખાતે ચીટીંગનો ગુનો નોંધાયો હતો અને તેની તપાસ દરમિયાન નાગપુર એલસીબીના પીએસઆઇ પોલીસ સ્ટાફ સાથે મોરબી આવ્યા હતા અને મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલા સ્વીઝર સીરામીક નામના કારખાના નજીકથી હાલમાં મુખ્ય ભેજાબાજને પકડીને નાગપુર લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ કેસના મુખ્ય આરોપી નીરજસિંહ શિવરાજસિંહ રાઠોડ (ઉમાર ૩૭) ની ગુજરાતના મોરબીમાં લખધીરપુર રોડ ઉપર આવેલ સ્વીઝર સિરામિક નામના કારખાના પાસેથી ધરપકડ કરવામાં આવી છે.આરોપીઓ દ્રારા મહારાષ્ટ્રના ચાર અને ગોવાના એક ધારાસભ્ય તેમજ નાગાલેન્ડના એક ધારાસભ્ય ધારાસભ્ય આમ કુલ આવા છ ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની નજીકના હોવાનો દાવો કરીને મંત્રી પદ આપવાના બદલામાં પૈસાની માંગણી કરી હતી.એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક ધારાસભ્યોએ પૈસા પણ આપ્યા હતા પરંતુ તે મોટી રકમ નહોતી.હાલ નાગપુર પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને આ ગેંગમાં અન્ય કોણ કોણ સામેલ છે અને આ સિવાય અન્ય કેટલા ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો છે તે શોધવાના પ્રયાસો ચાલુ છે.આરોપીઓએ મહારાષ્ટ્રના વિકાસ કુંભારે (મધ્ય નાગપુર), નારાયણ કુચે (બદનાપુર), તાનાજી મુટકુલે (હિંગોલી) અને ટેકચંદ સાવરકર (કામથી) નામના ચાર ધારાસભ્યોનો સંપર્ક કર્યો હતો.

આ સમગ્ર બાબતે મહારાષ્ટ્રના નાગપુર ખાતે ફરિયાદ હોય ત્યાંના એલસીબીના પી.એસ.આઇ તેઓને મળેલ બાતમીના આધારે મોરબી આવ્યા હતા અને મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીકના યુનિટ નજીક વોચ ગોઠવી હતી અને ત્યાંથી મુખ્ય આરોપી નીરજસિંગ શિવરાજસિંહ રાઠોડ (ઉમર ૩૭) હાલ રહે.મોરબી વાળો મળી આવતા તેને પકડીને હાલ આગળની તપાસ માટે નાગપુર લઈ જવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.જો ધારાસભ્ય કક્ષાના વ્યક્તિઓને છેતરી શકાતા હોય તો અન્યની તો વાત જ શું કરવી..!






Latest News