વાંકાનેરના રાતીદેવડી ગામના યુવાનની પ્રેમ પ્રકરણમાં ચોટીલા ખાતે હત્યા
SHARE
વાંકાનેરના રાતીદેવડી ગામના યુવાનની પ્રેમ પ્રકરણમાં ચોટીલા ખાતે હત્યા
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા રાતી દેવડી ગામના યુવાનની ચોટીલા પંથકમાં હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે અને પ્રેમ પ્રકરણમાં આ હત્યા કરવામાં આવી હોય પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ચોટીલાના મનહરપાર્ક વિસ્તારમાં અવાવરૂ જગ્યામાંથી એક યુવાનની લાશ મળી આવી હતી જેથી ચોટીલા પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા મૃતકના હાથ ઉપર જોશના અને છાતીના ભાગે કમલેશ નામ લખ્યું હોવાનું સામે આવ્યું હતું.પોલીસે મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ કરતાં મૃતક વાંકાનેરના રાતીદેવડી ગામનો દેવરાજ બાબુભાઇ વિકાણી (ઉમર ૨૮) હોવાનું ખુલ્યું હતું અને તેની હત્યા થયાનું સામે આવતા પોલીસે હાલ મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડ્યો છે.
હત્યામાં ભોગ બનનાર દેવરાજ વિકાણી પરણીત હતો અને ત્રણ સંતાનનો પિતા હોવાનું સામે આવ્યું છે.ચારેક મહિના પહેલા સાસરીયા પક્ષમાં અદાવત થઈ હતી અને પ્રેમ પ્રકરણના કારણે પણ સાસરીયા પક્ષ સાથે માથાકૂટ થઈ હતી જેથી કાવતરું ઘડી મળવા બોલાવવામાં આવ્યા બાદ હત્યા કરવામાં આવી હોય તેવી પ્રાથમિક વિગતો સામે આવી રહી છે.પોલીસે હાલમાં હત્યાનો ભોગ બનનાર દેવરાજના સસરા વજાભાઈ, સાળા જાદવભાઈ અને રઘુભાઈ તેમજ પાટલા સાસુ સહિતનાઓને પકડીને તેની પૂછપરછ શરૂ કરી હોવાનું સામે આવ્યું છે.
એમપીમાંથી અપરણ કરાયેલ સગીરા મોરબીમાંથી મળી આવી
મોરબી પંથક હાલ ગુનેગારો માટે સ્વર્ગ સમાન બની ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે દેશના કોઈપણ ખૂણામાં ગુનો આચરીને મોરબીમાં આશરો લેવો તે હવે સામાન્ય બની ચૂક્યુ હોય તેવી બાબતો અવારનવાર સામે આવી રહી છે.મોરબી પોલીસમાંથી મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના બાગલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનાની તપાસમાં ત્યાંના પોલીસ અધિકારી ધર્મેન્દ્ર રાજકુમાર મોરબી આવ્યા હતા અને અહીં મોરબી તાલુકા પોલીસની સાથે રાખીને તપાસ કરવામાં આવતા ત્યાં એમપીના દેવાસ જિલ્લાના બાગલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સગીરાના અપરણના બનાવમાં ભોગ બનેલ સગીરા આરોપી સંદીપ સુમેરસિંહ બછાનાથ રહે.હાલ મોરબી મૂળ રહે.કલવાર તા.કનોજ જીલ્લો દેવાસ મધ્યપ્રદેશ સાથે મળી આવતા હાલ બંનેને પકડીને આગળની તપાસ માટે એમપી લઈ ગયા હોવાનું સામે આવ્યું છે.