રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન અને તેના માતા-પિતાને માર મારનાર ચાર પૈકી ત્રણની ધરપકડ


SHARE









મોરબીમાં યુવાન અને તેના માતા-પિતાને માર મારનાર ચાર પૈકી ત્રણની ધરપકડ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ અમૃતપાર્કની બાજુમાં બોખાની વાડીમાં રહેતા યુવાન અને તેના માતા-પિતાને ચાર શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો જે પૈકી હાલમાં ત્રણની ધરપકડ કરાયેલ છે.

મોરબીના નવલખી રોડ અમૃતપાર્કની બાજુમાં આવેલ બોખાની વાડીમાં રહેતા ગણેશભાઈ ધીરુભાઈ નકુમ જાતે દલવાડી (૨૭) એ ચારેક દિવસ પહેલા જગદીશભાઈ ધીરુભાઈ કંઝારીયા, બળવંતભાઈ ધીરુભાઈ કંઝારીયા, ગૌતમભાઈ ધીરુભાઈ કંઝારીયા અને લક્ષ્મણભાઈ શામજીભાઈ નકુમની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું હતુ કે આરોપીઓએ તેના ઘર પાસે આવીને તમે કેમ અમને અને અમારા પરિવારને હેરાન કરો છો..? તેવું કહ્યું હતું અને ત્યારે ફરિયાદી યુવાને કહ્યું કે “મારા ભાઈ સાથે તમારે અણ બનાવ હોય તો એમાં અમારે કોઈ લેવાદેવા નથી અને અમે તે વાતમાં કંઈ જાણતા નથી” ત્યારે આરોપી જગદીશભાઈ ઉશ્કેરાઈ ગયો હતો અને તેની સાથે આવેલ તેના ભાઈઓ અને ફરિયાદીના કાકા લક્ષ્મણભાઈએ યુવાનને ગાળો આપી હતી અને બાદમાં તેના હાથમાં રહેલ ધોકા વડે યુવાનને માર માર્યો હતો જેથી કરીને ફરિયાદી ગણેશભાઈને માથામાં ઇજા થઈ હોવાથી તેના માતા-પિતા બચાવવા માટે વચ્ચે પડ્યા હતા ત્યારે તેઓને પણ માર મારવામાં આવ્યો હતો જેથી તપાસ અધીકારી વી.ડી.મેતાએ ચાર પૈકી બળવંત ધીરૂ કણઝારી (૨૯), ગૌતમ ધીરૂ કણઝારીયા (૨૯) રહે.બંને ગણેશનગર વાવડી રોડ તેમજ લક્ષ્મણ શામજી નકુમ (૩૫) રહે.બોખાની વાડી નવલખી રોડની ધરપકડ કરેલ છે.જયારે જગદીશ ધીરુભાઈ કંઝારીયાની શોધખોળ હાથ ધરેલ છે.

જ્યારે મોરબીના સિપાઈવાસ વિસ્તારમાં થોડા સમય પહેલા થયેલ સામસામી મારામારી અને છરી વડે કરાયેલ હુમલામાં સારવારમાં રહેલા અબ્બાસ અકબર કુરેશી જાતે સિપાઈ (૩૦) અને મનસુર અકબર કુરેશી જાતે સિપાઈ (૨૫) રહે. બંને સિપાઈવાસ વાળાઓની એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ ભોચીયા દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર રોડ ઉપર કાકાને ત્યાં આવેલ અનિકેત પરિમલભાઈ હળવદિયા (રહે.જસદણ જીલ્લો રાજકોટ) નામના ૨૦ વર્ષના યુવાનને રવાપર રોડ ઉપર બાઈક સ્લાપ થઈ જતા ઇજા પહોંચી હતી જેથી અનિકેતને સારવાર માટે એત્રેની આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો હાલ સીટી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફુલતરીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

યુવાન સારવારમાં

મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ એજે મિનરલ્સ નામના કારખાના પાસેથી બાઈક લઈને જઈ રહેલ પોપટ નાનજીભાઈ દલવાડી (ઉમર ૩૦) રહે. નવા ઇસનપુર જી.સુરેન્દ્રનગર વાળો બાઈકમાંથી અકસ્માતે નીચે પડી જતા તેને ઇજા પહોંચતી હોય સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જેથી હાલ તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.




Latest News