રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના નિખિલ મર્ડર કેસને બાબા બાગેશ્વર ઉકેલી આપે તો દસ લાખનું ઇનામ: રમેશભાઈ રબારી


SHARE









મોરબીના નિખિલ મર્ડર કેસને બાબા બાગેશ્વર ઉકેલી આપે તો દસ લાખનું ઇનામ: રમેશભાઈ રબારી

હાલમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીજીને જુદાજુદા વિસ્તારમાંથી ચેલેન્જ આપવામાં આવી રહી છે ત્યારે મોરબીના કોંગ્રેસી આગેવાનએ બાબા બાગેશ્વરને મોરબીમાં વર્ષ ૨૦૧૫ માં નિખિલ ધામેચા નામના બાળકની હત્યા કરવામાં આવી હતી તે હત્યા કેસનો ભેદ ઉકેલાયેલ નથી ત્યારે જો આ મર્ડર કેસના આરોપી કોણ છે તે બાબા કહી દેશે તો તેને દસ લાખનુ ઈનામ આપવાની જાહેરાત કરી છે

બાબા બાગેશ્વર ઘિરેન્દ્ર શાસ્ત્રી આગામી તા. ૧ અને ૨ જૂનના રોજ રાજકોટમાં આવી રહ્યા છે ત્યારે મોરબીમાં શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં રહેતા પરેશભાઈ ધામેચાના દીકરા નિખિલ ધામેચાની વર્ષ ૨૦૧૫ હત્યા થઇ હતી જેનો ગુનો પણ નોંધાયો હતો જો કે, આરોપી આજ દિવસ સુધી પકડાયેલ નથી ત્યારે હત્યા કેસમાં કોની- કોની સંડોવણી છે ? આ હત્યા થવા નુ કારણ શું? વગેરે બાબત સામે આવી નથી ત્યારે લોકોના દર્દ દુ:ખ પરેશાની દૂર કરનાર બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવી રહ્યા છે ત્યારે મોરબીના નિખિલ ધામેચા હત્યા કેસને ઉકેલવા માટે મોરબીના કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારીએ બાબા બાગેશ્વરને ચેલેન્જ આપી છે અને કહ્યું છે કે, મોરબી પોલીસ નિખિલ ધામેચા હત્યા કેસનો ભેદ ઉકેલી શકી નથી ત્યારે તેના કુટુંબીજનોને ન્યાય મળેલ નથી જેથી કરીને પરિવારે ગુજરાત હાઇકોર્ટ પાસે પણ ન્યાયની ભીખ માંગેલી હતી તેમ છતાં ન્યાય મળેલ નથી તેવા સમયે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી નિખિલ ધામેચા હત્યા કેસના આરોપીનું નામ આપે અથવા તો આરોપી સુધી સુધી પોલીસને પહોંચવાનો રસ્તો બતાવે તો રૂપિયા ૧૦ લાખનુ ઈનામ આપવાની જાહેરાત કરેલ છે 




Latest News