રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે બનતા ફ્રોડને અટકાવવા સીટની રચના બાબતે ગ્રહમંત્રી સાથે ઉદ્યોગકારોની કાલે મિટિંગ


SHARE









મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે બનતા ફ્રોડને અટકાવવા સીટની રચના બાબતે ગ્રહમંત્રી સાથે ઉદ્યોગકારોની કાલે મિટિંગ

મોરબી સિરામીક ઉદ્યોગોમાં વેપારમાં ખુબ પૈસા ખોટા થાય છે અને ખુબ મોટા પ્રમાણમાં સિરૈમીક કંપઓની સાથે નાણાકીય ફ્રોડ થઇ રહ્યા છે  તેમને અટકાવવા અને ફસાયેલા નાણાંના ઝડપથી કેશ ચલાવીને નિકાલ થાય. તે માટે એસોસિએશન દ્વારા રાજ્ય સરકારમા હોમ મીનીસ્ટરને સ્પેશ્યલ સીટની માંગણી મુકેલ તેને ધ્યાને લઇ રાજ્ય સરકાર ધ્વારા મોરબીના ઉદ્યોગો માટે સીટની નિમુણક કરવાનુ નક્કી કરેલ છે.આ સ્પેશ્યલ સીટની નિમણુંક માટે રાજ્ય સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી સીરામીક ઉઘોગકારો સાથે તા.૧૮ મે ગુરુવાર સવારે ૧૦ કલાકે કેશવ બેંકવેટ હોલ લીલાપર-કેનાલ રોડ ખાતે મીટીંગ કરી સિરામીક ફ્રોડના કેશોની સંખ્યા મુજબ સીટ માટે ટીમની નિમણુંક કરી જાહેરાત કરવાના હોય આ મીટીંગમા દરેક ઉદ્યોગકારો તમામ ભાગીદારો સાથે હાજર રહે તેવી સિરામીક એસો.એ અપીલ કરેલ છે.

વિશેષ જણાવાયેલ છેકે જે કંપની સાથે ફ્રોડ થયેલ છે તે ફ્રોડનું લિસ્ટ લેટરપેડ માં બે કોપીમાં સાથે લાવવું જેમાં ફક્ત સ્ટેટ વાઈઝ ટોટલ રકમની યાદી બનાવી આ યાદી આપણે એક કોપી સીટની ટીમમાં આપવાની હોય અને એક કોપી એસોસિએશનમાં જમા કરવાની છે તો વહેલા તે પહેલાના ધોરણે સીટની ટીમ કામ કરશે જેની ખાસ નોંધ લેવી.આ મિટિંગમાં જે ડેટા આવશે તેના ઉપર સીટ પ્રથમ કાર્યવાહી કરશે તો આ મીટીંગમાં સમયસર હાજર રહેવા ઉદ્યોગકારોને અપીલ કપવામાં આવેલ છે.

મોરબી સબજેલના હવાલદારને સુબેદાર તરીકે પ્રમોશન

મોરબી સબ જેલ ખાતે હવાલદાર તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ એમ.ચાવડાને જેલોના ઇન્સ્પેક્ટર જનરલ કે.એલ.એન.રાવ દ્વારા મોરબી સબ જેલ ખાતે સુબેદાર તરીકેનું પ્રમોશન આપવામાં આવેલ તે બદલ મોરબી જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તેમજ જેલર પી.એમ.ચાવડા સુબેદાર અતુલભાઈ તેમજ મોરબી જેલના તમામ સ્ટાફ દ્વારા વિનોદભાઇને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.




Latest News