રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના મીતાણા ગામે સાયકલ રેલી યોજી ક્લાઈમેટ ચેન્જ અને રિન્યુએબલ એનર્જી અંગે માર્ગદર્શન


SHARE









મોરબીના મીતાણા ગામે સાયકલ રેલી યોજી ક્લાઈમેટ ચેન્જ અને રિન્યુએબલ એનર્જી અંગે માર્ગદર્શન

મિશન લાઈફ કાર્યક્રમ અંતર્ગત ટંકારા તાલુકાના મિતાણા ગામે સાયકલ રેલી યોજી નગરજનોને ક્લાઈમેટ ચેન્જ અને રિન્યુએબલ એનર્જી અંગે માહિતગાર કરવામા આવ્યા આ તકે તાલુકાના નામાંકિત અગ્રણી હાજર રહ્યા હતા.

હાલે ક્લાઈમેટ ચેન્જના કારણે વિશ્ર્વના પર્યાવરણ અને જીવનચક્રમા મોટા ફેરફારો આવ્યા છે ત્યારે મિશન લાઈફ કાર્યક્રમ અંતર્ગત લોકો જાગૃત બને અને પર્યાવરણ ઉપર થતી આડ અસર ઓછી કરે તે હેતુથી ટંકારા ફોરેસ્ટ વિભાગ દ્વારા મિતાણા ગામે તાલુકાના અગ્રણી આગેવાનો અધિકારીઓ બાળકો અને પર્યાવરણ પ્રેમીની ઉપસ્થિતમાં સાયકલ રેલી, હોર્ડીગ સુત્રો અને મિટીંગ યોજી લોકોને જાગૃત કર્યા હતા.જળ-વાયુ પરિવર્તનની અસરો સામે લડવા માટે ગુજરાતમાથી શરૂ કરવામા આવેલ મિશન લાઈફ આપણને પર્યાવરણની સુરક્ષા માટે પ્રેરણા આપશે.આપણે આપણી જીવનશૈલી બદલીને પર્યાવરણને ખરાબ સંકટથી બચાવી શકીએ છીએ.રિન્યુએબલ એનર્જી અને પર્યાવરણ સંરક્ષણ માટે કામ શરૂઆત થકી ક્લાઈમેટ ચેન્જ અસર ધટાડી શકશુ.આ તકે રેન્જ ફોરેસ્ટ ઓફિસર એન એસ ખાફિફ, ફોરેસ્ટર મેહુલ સંધાણી, અલ્તાફભાઈ તાલુકા પંચાયતના કારોબારી અરવિંદ દુબરીયા આગેવાનો સરપંચો સહિતના જોડાયા હતા.




Latest News