મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીમાં મોબાઈલ ફોનથી વરલીના આંકડાની કપાત કરાવતા એક શખ્સ પકડાયો, એકની શોધખોળ


SHARE













મોરબીમાં મોબાઈલ ફોનથી વરલીના આંકડાની કપાત કરાવતા એક શખ્સ પકડાયો, એકની શોધખોળ

વરલી જુગારમાં પણ હવે ટેકનોલોજીનો ઉપયોગ જુગારીઓ કરવામાં લાગ્યા છે અને મોબાઈલ ફોનથી વરલી જુગારની કપાત કરાવવામાં આવતી હોય તેવું સામે આવતું હોય છે તેવી જ રીતે મોરબીના જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર પાસે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડાની કપાત ડાયરેક્ટ મોબાઈલ ફોનથી કરવામાં આવતી હોવાનું સામે આવતા પોલીસે એક શખ્સની ૨૭૦૦ રૂપિયાની કિંમતના મુદ્દા માલ સાથે ધરપકડ કરી હતી અને તેની પાસેથી વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે..

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જુના બસ સ્ટેશનના દરવાજા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી એક શખ્સ વરલી જુગારના આંકડાની કપાત મોબાઈલ ફોનથી કરાવતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ત્યાંથી ઓસમાણભાઈ મામદભાઈ વાઘેર (૫૦) રહે. વાવડી રોડ લાભ સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૧૦૦૦ ની કિંમતનો મોબાઈલ ફોન તથા ૧૭૦૦ ની રોકડા આમ કુલ મળીને ૨૭૦૦ નો મુદ્દામાલ કબજે કરીને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે જોકે, આ શખ્સ દ્વારા વરલી જુગારની કપાત જાવેદભાઈ નેકમામદભાઈ ભટ્ટી રહે. જોન્સનગર મોરબી વાળા પાસે કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જુગારી પકડાયા

વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારમાં ચોકમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને સ્થળ ઉપરથી મહેશભાઈ પ્રેમજીભાઈ બાવરીયા (૩૫), કાનજીભાઈ સવસીભાઈ મકવાણા (૩૫) અને વિજયભાઈ ધીરુભાઈ ઉઘરેજા (૨૮) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૧૪૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગાર હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 






Latest News