મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ રોડે બંધ પડેલ વોલ્વોમાં ડમ્પર અથડાતાં અકસ્માત: ડમ્પરના ડ્રાઈવરનું મોત


SHARE







મોરબીના બાયપાસ રોડે બંધ પડેલ વોલ્વોમાં ડમ્પર અથડાતાં અકસ્માત: ડમ્પરના ડ્રાઈવરનું મોત

મોરબીના બાયપાસ રોડ ઉપર અમરેલી ગામની સીમમાં રામેશ્વર પેટ્રોલ પંપ પાસે હાઇવે ઉપર ખાનગી વોલ્વો બંધ પડી હતી અને ત્યાં કોઈપણ પ્રકારની આડસ મૂકવામાં આવી ન હતી ત્યારે પાછળથી આવતું ડમ્પર ધડાકાભેર તે વોલ્વોમાં અથડાયું હતું જેથી કરીને ડમ્પરના ચાલકને બંને પગમાં તથા મોઢામાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું હાલમા ડમ્પરના માલિક દ્વારા વોલ્વો ગાડીના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના વીરવાવ ગામે રહેતા રમેશભાઈ વાસુરભાઈ માલા જાતે આહિર બોરીચા (૪૩) એ હાલમાં વોલ્વો એફ.એમ. ગાડી નંબર કે.એ. ૧ એ.એલ. ૮૪૬૭ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, મોરબી કંડલા બાયપાસ રોડ ઉપર અમરેલી ગામની સીમમાં આવેલ રામેશ્વર પેટ્રોલ પંપની સામે આરોપીની વોલ્વો ગાડી બંધ પડેલી હાલતમાં ટ્રાફિકને અડચણ રૂપ અને અકસ્માત સર્જે તે રીતે પડી હતી અને ત્યાં કોઈ પણ પ્રકારની આડસ કે સિગ્નલ મૂકવામાં આવેલ ન હતા ત્યારે ફરિયાદીનો ડ્રાઇવર તેના હવાલા વાળું ડમ્પર નંબર જીજે ૩ ડીવાય ૫૯૪૯ લઈને ત્યાંથી નીકળતા બંધ પડેલી વોલ્વોની પાછળના ભાગમાં ધડાકાભેર ડમ્પર અથડાયું હતું જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને આ અકસ્માતના બનાવમાં ડમ્પરના ચાલક મિનેશ રૂપસિંગ માવી (૨૮) રહે. રિંગોલ તાલુકો ભાબરા જીલ્લો જાંબુવા વાળાને બંને પગમાં તથા મોઢાના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનનું મોત નીપજયું હતું હાલમાં અકસ્માત મૃત્યુના બનાવમાં ડમ્પરના માલિક દ્વારા વોલ્વો ગાડીના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News