મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીમાં આધાર કાર્ડ અને રેશનકાર્ડ કાઢવાની કામગીરી સરળ-ઝડપી કરવા માંગ


SHARE

















મોરબીમાં આધાર કાર્ડ અને રેશનકાર્ડ કાઢવાની કામગીરી સરળ-ઝડપી કરવા માંગ

મોરબી જીલ્લામાં આધાર કાર્ડ તથા રેશનકાર્ડ કઢાવવા માટે લોકોને ભારે હેરાનગતીનો સામનો કરવો પડે છે જેથી કરીને રમેશભાઈ બી.રબારી દ્વારા હાલમાં કલેક્ટરને આ મુદે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

મોરબીમાં રમેશભાઈ બી.રબારીએ કરેલી રજૂઆત મુજબ મામલતદાર કચેરીપોસ્ટ ઓફિસ સહિતના સ્થળે આધાર કાર્ડ અને રેશનકાર્ડ કાઢવાની કાર્યવાહી ચાલુ છે પરંતુ આ કાર્યવાહીમાં લોકો ભારે મુશ્કેલી અનુભવે છે કેમ કેઅધિકારીઓ લોકોને સુયોગ્ય માર્ગદર્શન આપતા નથી અને લોકો સાથે તોછડો અને ઉધ્ધત વ્યવહાર કરે છે જેથી આ કામગીરી સરળતાથી થતી નથી માટે લોકો સાથે સુચારૂ વ્યવહાર સાથે લોકોને ઝડપથી તેઓની કામગીરી પૂર્ણ થાય તેવી માંગણી કરેલ છે ખાસ કરીને અધિકારી લોકોને કહે છે “ઉપરથી કોમ્યુટરમાં સર્વર ડાઉન છે” તેને કારણે અસરકારક કામગીરી થતી નથી જયારે આજ બીલ્ડીંગમાં અન્ય જગ્યાએ રાબેતા મુજબ કામગીરી થાય છે ત્યાં સર્વરનો પ્રશ્ન આવતો નથી ફકત આધાર કાર્ડ અને રેશનકાર્ડ કાઢવાની કામગીરી ચાલુ હોય છે ત્યાં જ સર્વર ડાઉન હોય છે ? રેશનકાર્ડની કામગીરી બંધ છે તેવા બોર્ડ મારી દે છે કેટલી તારીખથી કેટલી તારીખ સુધી બંધ છે તે પણ જણાવતા નથી આ ઉપરાંત ખાનગી કોન્ટ્રાકટ હોવાથી પુરતા માણસો પણ રાખતા નથી માટે લોકોના કામ ઝડપથી થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તે જરૂરી છે 




Latest News