મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

માળીયા(મી)ના ચાચાવદર પાસે નાની ચીરઇના યુવાનને એકના ડબલ કરવાની લાલચ આપીને એક લાખની છેતરપિંડી


SHARE









માળીયા(મી)ના ચાચાવદર પાસે નાની ચીરઇના યુવાનને એકના ડબલ કરવાની લાલચ આપીને એક લાખની છેતરપિંડી

માળીયા (મી) તાલુકાના ચાચાવદર ગામના પાટિયા પાસે કચ્છના નાની ચીરઇ ગામના યુવાનને બોલાવીને એકના ડબલ કરવાની લાલચ આપી તેની સાથે એક લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં ત્રણ શખ્સોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ કચ્છ જિલ્લાના નાની ચિરઇ ગામના રહેવાસી અને ખેત મજૂરી કરતા હરેશભાઈ સવાભાઈ બઢિયા (૪૦) નેા માળીયા તાલુકાના ચાંચાવદરડા ગામના પાટિયા પાસે બોલવવામાં આવ્યા હતા અને ત્યાં જુમાભાઈ અયુબભાઈ મુસ્લિમ રહે નાની ચીરઇ, ગુલાનભાઈ ઉમરભાઈ તેમજ વિરલભાઇએ તેની પાસેથી રૂપિયા એકના ડબલ કરી આપવાની લાલચ આપી લીધા હતા અને બાદમાં એક લાખ રૂપિયા મેળવ્યા પછી વિશ્વાસઘાત કરીને એકના ડબલ રૂપિયા આપવાના બદલે તેના રૂપિયા એક લાખની છેતરપિંડી કરેલ છે જેથી કરીને ભોગ બનેલા હરેશભાઇ બઢીયાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦ અને ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News