રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં સેટી ઉપરથી નીચે પડતાં હેમરેજ થવાથી બે વર્ષની બાળકીનું મોત


SHARE









મોરબીના જાંબુડીયા પાસે લેબર ક્વાર્ટરમાં સેટી ઉપરથી નીચે પડતાં હેમરેજ થવાથી બે વર્ષની બાળકીનું મોત

મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમ આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા પરિવારની બે વર્ષની દીકરી ઓરડીમાં ટાઇલ્સ ગોઠવીને બનાવવામાં આવેલ સેટી ઉપર સૂતી હતી ત્યાંથી અકસ્માતે તે નીચે પટકાતા તેને માથામાં હેમરાજ જેવી ઈજા થઈ હતી જેથી તે બાળકીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે બાળકીનું મોત નીપજયું હતું જેથી મૃતક બાળકીના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવ અંગેની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા કરણભાઈ લખનભાઈ રામ જાતે ઋષિમુનિ (૨૭) ની બે વર્ષની દીકરી કિર્તિબેન કરણભાઈ રામ લેબર ક્વાર્ટરમાં ટાઇલ્સનો જથ્થો ગોઠવીને સેટી જેવું બનાવ્યું હતું તેના ઉપર સૂતી હતી અને અકસ્માતે તે ત્યાંથી નીચે પડી હતી જેથી કરીને કીર્તિબેનને માથામાં હેમરાજ જેવી ઈજા થઈ ગઈ હતી માટે તેના હોસ્પિટલે ખસેડવામાં આવી હતી જોકે સારવાર કારગત નહીં નિવડતા આ બાળકીનું મોત નીપજ્યું છે જેથી કરીને મૃતક બાળકીના પિતા કરણભાઈ રામ દ્વારા આ અંગેની જાણ મોરબી તાલુકા પોલીસને કરવામાં આવતા આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડિયા ચલાવી રહ્યા છે.

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના મોડપર ગામના પાટીયા પાસેથી માળીયા મીયાણા તાલુકાના લક્ષ્મીવાસ ગામે રહેતા રમેશભાઈ ગોપાલભાઈ સિંધવ નામના વ્યક્તિ પોતાનું બાઈક લઈને જઇ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તેનું બાઈક રસ્તા ઉપર સ્લીપ થઈ ગયું હતું જેથી રમેશભાઈ સિંધવને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અર્જુનસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.




Latest News