રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કેસના ભરાવાને ધ્યાનમાં લઇ સ્ટેટના કેસ જિલ્લામાં ચલાવવા માંગ


SHARE









મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કેસના ભરાવાને ધ્યાનમાં લઇ સ્ટેટના કેસ જિલ્લામાં ચલાવવા માંગ

ગ્રાહક તકરાર નિવારણ સ્ટેટ કમિશનમાં હાલે ૨૦૧૫ નો કેઇસ ચાલે છે હવે જીલ્લા કમીશનમાં પચાસ લાખના કેઇસના નિકાલ માટે અધિકાર આપેલ છે માટે સ્ટેટમાં પચાસ લાખ સુધીના જે કેઈસ હોઇ તે કેસ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં મોકલવા માટે માંગ કરવામાં આવેલ છે.

જાગો ગ્રાહક જાગોની યોજના સરકારે ખુબ જ સારી બનાવી છે પણ હાલ તે નિષ્ફળ જઇ રહી હોય તેવુ જણાય છે કારણકે પચાસ લાખ સુધીના કેઇસનો જે તે જીલ્લા ફોરમને અધિકાર આપેલ છે પરંતુ હાલે સ્ટેટ કમીશનમાં ૨૦૧૪ નાં કેઇસો ચાલે છે જો પચાસ લાખ સુધીનાં કેઇસ સ્ટેટમાં હોઇ તેને જેતે જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં મોકલવામાં આવે તો ગ્રાહકને ઝડપથી ન્યાય મળે આ પરીસ્થસતીમાં ગ્રાહકોને ગ્રાહક સુરક્ષા ઉપરથી વિશ્વાસ ઉઠતો જાય છે ગ્રાહકોની માંગણી છે કે પહેલાં વીસ લાખ સુધીના કેસ જે તે જીલ્લા ફોરમમાં ચાલતા હતા તે મુજબ હવે પચાસ લાખની મર્યાદા જીલ્લામાં થઇ ગઇ છે તો અમદાવાદના આવા કેઇસો જે તે જીલ્લા ફોરમમાં ચલાવવામાં આવે તો યોજના સફળ થશે અને ગ્રાહકને ન્યાય મળશે માટે આ બાબતે યોગ્ય વિચારણા કરવામાં આવે તેવી મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સમક્ષ માંગ કરેલ છે. તે ઉપરાંત ગ્રાહક સુરક્ષા વિભાગ-દિલ્લીના મંત્રી પીયુષ ગોયલ, ગપજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ, ગ્રાહક સુરક્ષા વિભાગ મંત્રી કુંવરજીભાઇ બાવરીયા, કમીશનર ગ્રાહક-અમદાવાદ, કાંતિલાલ અમૃતિયા (ધારાસભ્ય મોરબી-માળિયા) ને પણ લેખીત રજુઆત કરેલ છે.




Latest News