રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં દોઢ વર્ષથી મહિલા શૌચાલય બંધ


SHARE









મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં દોઢ વર્ષથી મહિલા શૌચાલય બંધ

મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં મહિલાઓ માટે શૌચાલય બનાવવામાં આવ્યું છે જો કે, તે ચાલુ છે કે બંધ તે જોવાની તસ્દી પાલિકા દ્વારા લેવામાં આવી રહી નથી ત્યારે છેલ્લા દોઢ વર્ષથી મહિલા શૌચાલય બંધ છે જેથી કરીને મહિલાઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બંધ પડેલા મહિલા શૌચાલયને ચાલુ કરવા માટે સામાજિક કાર્યકરોએ કલેકટર મારફતે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, અશોકભાઈ ખરચરિયા અને મુસાભાઈ બ્લોચે હાલમાં પાલિકાના ચીફ ઓફિસરથી લઈને મુખ્યમંત્રી સુધી લેખિતમાં રજુઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં વર્ષોની માંગણી પછી મહિલાઓ માટે શૌચાલય બનાવવામાં આવેલ છે જો કે, છેલ્લા દોઢ વર્ષથી મહિલા શૌચાલય બંધ હાલતમાં છે અને મહિલા શૌચાલયને ચાલુ કરવા માટેની કોઈ તસ્દી લેવામાં આવી રહી નથી ત્યારે આ મહિલા  શોચાલય ખંઢેર થઈ જાય તે પહેલા તેની સફાઈ કરાવીને તેને ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, મહિલા શૌચાલયના બારણાં પણ તૂટી ગયા છે અને લાઈટો પણ ચોરાઈ ગઈ છે તેમજ ત્યાં અવારા તત્વોનો અડ્ડો બની ગયો છે જેથી કરીને વહેલી તકે આ મહિલા શૌચાલયને શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે




Latest News