મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીમાં ધો.૫ થી ધો.૧૦ ના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન


SHARE









મોરબીમાં ધો.૫ થી ધો.૧૦ ના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન

મોરબીમાં આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ હેઠળ આવતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓમાં બાળપણથી જ યોગ, પ્રાણાયામ, આસનોના માધ્યમથી વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા હેતુથી યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શાળાના ધો.૫ થી ધો.૧૦ (વય મર્યાદા ૯ વર્ષથી ૧૫ વર્ષ સુધી) ના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન કરેલ છે.આ યોગ સમર કેમ્પમાં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ નામ નોધવવાના રહેશે. વહેલા તે પહેલાના ધોરણે ૭૫ વિદ્યાર્થીઓની યોગ સમર કેમ્પમાં પસંદગી કરવામાં આવશે.

આ યોગ સમર કેમ્પ તા.૨૧-૫ થી તા.૩૦-૫  એમ ૧૦ દિવસ સવારના ૭ થી ૮:૩૦ યોજાશે.મોરબીમાંમાં બે સ્થળ ઉપર સમર કેમ્પનું આયોજન કરાયેલસછે.જેમા ગોકુળનગર પ્રાથમિક શાળા શનાળા રોડે ભાવેશભાઈ હડિયલ તેમજ ગાયત્રીનગર પ્રાથમિક શાળા ટંકારા ખાતે સવારે ૭:૩૦ થી ૯ કંચનબેન સારેસા દ્રારા યોજાશે ભાગ લેનાર વિદ્યાર્થીઓએ સાથે પાથરણું, શેતરંજી કે યોગ મેટ, પાણી બોટલ, હાથ રૂમાલ સાથે લઈને દરોજ સમયસર હાજર રહેવું.અશક્ત કે કોઈ બીમારી થી પીડાતા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન ન કરવું.રજીસ્ટ્રેશન કરાવા માટે લીંકઃ https://forms.gle/UuUWy5BFTfGYfj1V8 ઉપર અથવા મોરબી માટે વાલજી ડાભી (મો.૯૫૮૬૨ ૮૨૫૨૭), ભાવેશભાઈ હડિયલ (મો.૮૩૨૦૯ ૬૨૩૫૧), દિલીપભાઈ કંઝારિયા (મો.૯૯૭૯૦ ૧૦૭૫૫) ઉપર જયારે ટંકારા તાલુકામાંથી ભાગ લેનારે કંચનબેન સારેસા (મો.૯૫૫૮૯ ૨૬૧૮૦), સારેસા ડિમ્પલબેન (મો.૯૬૮૭૪ ૪૨૭૩૫) અથવા વાઘેલા ફાલ્ગુનીબેન (મો.૭૯૯૦૬ ૭૩૦૦૯) નો સંપર્ક કરવો.ભાગ લેનાર વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સર્ટી. એનાયત કરવામાં આવશે.રજીસ્ટ્રેશન કરાવી નિયમિત હાજર રહેનાર પ્રથમ ૭૫ વિદ્યાર્થીઓને આકર્ષક કીટ આપવામાં આવશે.






Latest News