રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

વાંકાનેર-ટંકારામાં દારૂની જુદીજુદી બે રેડ: ૧૫૯ બોટલ દારૂ કબજે


SHARE









વાંકાનેર-ટંકારામાં દારૂની જુદીજુદી બે રેડ: ૧૫૯ બોટલ દારૂ કબજે

વાંકાનેર તાલુકાના સમથેરવા અને રાજગઢ રોડ ઉપર જીઇબીના સબ સ્ટેશન પાસેથી સેન્ટ્રો કાર પસાર થઈ રહી હતી જે કારનો પીછો કરવામાં આવતા કાર ચાલક તેની કાર છોડીને નાસી ગયો હતો જેથી કરીને તે કારને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની ૧૫૬ બોટલ મળી આવી હોય પોલીસે ૬૭૨૦૦ નો દારૂ તથા કાર મળીને ૨,૧૭,૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે જોકે, કારચાલક પોતાની કાર છોડીને ભાગી ગયેલ છે જેથી કરીને વાંકાનેર તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી મુજબ વાંકાનેર તાલુકાના સમથેરવા અને રાજગઢ રોડ ઉપરથી સેન્ટ્રો કાર જઇ રહી હતી જેનો પોલીસે પીછો કર્યો હતો ત્યારે કાર ચાલક તેની કાર જીઈબીના સબ સ્ટેશન પાસે છોડીને ત્યાંથી નાસી ગયો હતો જેથી કરીને પોલીસે કાર નંબર જીજે ૧ એચએમ ૨૦૩૭ ને ચેક કરી હતી ત્યારે કારમાંથી દારૂની ૧૫૬ બોટલ મળી આવી હોય પોલીસે ૬૭૨૦૦ ની કિંમતનો દારૂ તેમજ દોઢ લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૨,૧૭,૨૦૦ નો મુદ્દા માલ કબજે કરેલ છે અને કાર ચાલક પોતાની કાર છોડીને ત્યાંથી નાસી ગયો હોય હાલમાં વિશાલ ગોરધનભાઈ કોળી રહે. વરડુસર તાલુકો વાંકાનેર વાળાની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે

ત્રણ બોટલ દારૂ

ટંકારાના મોરબી નાકા પાસે આવેલ દેવીપુજક વાસમાં રહેતા શખ્સ પાસે દારૂની બોટલ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે તેને ચેક કરતા તેની પાસેથી દારૂની ત્રણ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૯૦૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરીને દીપકભાઈ જેસીંગભાઇ કુંઢીયા જાતે દેવીપુજક (૫૦) રહે. દેવીપુજક વાસ ટંકારા વાળાની ધરપકડ કરેલ છે




Latest News