માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું
Breaking news
Morbi Today

મોરબી પાલિકાને નંદીઘરમા કરોડો રૂપિયા ખર્ચા પછી પણ શહેરને ઢોર મુક્ત હવાની વાત હવા !


SHARE







મોરબી પાલિકાને નંદીઘરમા કરોડો રૂપિયા ખર્ચા પછી પણ શહેરને ઢોર મુક્ત કરવાની વાત હવા !

મોરબી પાલિકામાં ભાજપ સત્તા ઉપર હતી ત્યારે મોરબીના લોકોને ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવવાની વાત કરવામાં આવી હતી અને ત્યારે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને મોરબીમાં નંદીઘર બનાવવામાં આવ્યું હતું જો કે, ભાજપના ધારાસભ્યની સૂચનાથી પાલિકાના વહીવટદાર દ્વારા હાલમાં નંદીઘરને બંધ કરી દેવામાં આવ્યું છે અને ત્યાં રાખવામા આવેલા ગૌવંશને ગૌશાળામાં મોકલવામાં આવ્યા છે બીજી બાજુ મોરબીમાં ઢોરનો ત્રાસ આજની તારીખે પણ યથાવત છે

મોરબી પાલિકાની તિજોરી તળિયા જાટક કરવામાં આવી ત્યાર પછી પાલિકાની ભાજપની બોડીને સરકાર દ્વારા ઝૂલતા પૂલ ઘટનામાં બેદરકારી સબબ સુપરસીડ કરવામાં આવી છે અને હાલમાં મોરબી પાલિકાને વહીવટદાર અને ચીફ ઓડિસર મારફતે ચલાવવામાં આવી રહી છે ત્યારે નાણાકીય ભીંસના લીધે એક પછી એક કોન્ટ્રાકટરના બિલ ન ચુકવવાના લીધે તે કોન્ટ્રાકટરો દ્વારા તેને કામ બંધ કરી દેવામાં આવ્યા છે ત્યાર બાદ મોરબી નગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે પંચાસર રોડ ઉપર આવેલ પાલિકાનું જગ્યામાં નંદીઘર બનાવ્યું હતું અને ત્યાં મોરબીમાંથી રઝડતા ઢોરને પકડીને મૂકવામાં આવશે અને મોરબીના લોકોને ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળશે તેવું પાલિકાના ભાજપના સત્તાધીશોએ માહિતી આપતા જણાવ્યુ હતું જો કે, ભાજપની બોડી પાલિકામાં  સત્તા ઉપર હતી ત્યારે પણ મોરબીમાં ઢોરનો ત્રાસ હતો અને આજની તારીખે પણ ઢોરનો ત્રાસ યથાવત છે તો પણ પાલિકાનો ખર્ચ ઘટાડવા માટે હાલમાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની સૂચનાથી પાલિકાનો ખર્ચ ઘટાડવા માટે નંદીઘરમા જે ગૌવંશ હતા તેને સરકારની સહાય લેતી ગૌશાળામાં ખસેડવાનો નિર્ણય કરવામાં આવેલ છે

હાલમાં નંદીઘરમાં ૬૦૦ થી વધુ ગૌવંશ હતા તેને જુદીજુદી ૧૦ જેટલી ગૌશાળામાં મોકલવામાં આવ્યા છે જો કે, હાલમાં પણ મોરબીમાં ઢોરનો ત્રાસ છે ત્યારે પાલિકા દ્વારા અગાઉ શહેરમાં રખડતા ઢોરને પકડીને પંચાસર રોડ ઉપર આવેલી નંદીઘરમાં રાખ્યા હતા પરંતુ હવે પાછા ઢોર પકડવામાં આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે અને જો પકડવામાં આવશે તો તેને કયા રાખવામા આવશે તે પણ સવાલનો જવાબ પાલિકા પાસે નથી આ અંગે પાલિકાના વહીવટીદાર એન.કે. મુછાર સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, નંદીઘરમાં આશ્રય લઈ રહેલા ગૌવંશને સરકારની જુદી જુદી સહાય લેતી ગૌશાળામાં મોકલવામાં આવ્યા છે અને પરંતુ હાલમાં જે ઢોર મોરબીમાં રઝડતા હોય છે તેને પકડવા માટેનું કોઈ આયોજન છે કે નહીં તેનો જવાબ તેની પાસેથી મળ્યો ન હતો




Latest News