હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસીયામાં સ્મશાન પાસે ગાળો બોલવાની ના પડતાં યુવાનને માથામાં બેટ ઝીકયું


SHARE







વાંકાનેરના વઘાસીયામાં સ્મશાન પાસે ગાળો બોલવાની ના પડતાં યુવાનને માથામાં બેટ ઝીકયું

વાંકાનેર નજીક જુના વઘાસીયા પાસે રહેતા યુવાનના ભાઈએ સ્મશાન પાસે ગાળો બોલતા શખ્સને ગાળો બોલવાની ના પાડી હતી જેથી ઉશકેરાઈ ગયેલા શખ્સે તેને માથાના ભાગે બેટ માર્યું હતું જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને હાલમાં ભોગ બનેલા યુવાનના ભાઈએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ જુના વઘાસીયા ખાતે રહેતા પરવેઝભાઇ ફતેમામદભાઇ માથકીયા જાતે મોમીન (૩૫)એ હાલમાં જાબીર હુસૈન માથકીયા રહે. વઘાસીયા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, વઘાસીયા ગામે સ્મશાનની બાજુમાં આરોપી જાબીર માથકિયા ગાળો બોલતો હતો ત્યારે ફરિયાદીના ભાઈ બસીરભાઈએ તેને ગાળો બોલવાની ના પાડી હતી જેથી કરીને આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેને બસીરભાઈને ગાળો આપી હતી અને ત્યારબાદ લાકડાના બેટ વડે માથાના ભાગે માર મારીને ઇજા કરી હતી જેથી કરીને માથામાં ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગે હાલમાં ઇજા પામેલા યુવાનના ભાઈની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

એક બોટલ દારૂ

વાંકાનેરના મિલ પ્લોટ ચોક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૦૦ ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી અશોકભાઈ હેમુભાઈ ચૌહાણ જાતે રાજપૂત (૪૬) રહે. મિલ પ્લોટ શેરી નં-૧ વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે






Latest News