માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબી જિલ્લો ધો. ૧૦ ના પરિણામમાં રાજ્યમાં બીજા ક્રમે: એ-વન ગ્રેડના વિદ્યાર્થિની-૧૦૦ ટકા રિઝલ્ટ આપતી શાળાની સંખ્યા ઘટી !


SHARE











મોરબી જિલ્લો ધો. ૧૦ ના પરિણામમાં રાજ્યમાં બીજા ક્રમે: એ-વન ગ્રેડના વિદ્યાર્થિની-૧૦૦ ટકા રિઝલ્ટ આપતી શાળાની સંખ્યા ઘટી !

મોરબી જીલ્લો સમગ્ર રાજ્યમાં બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવે ત્યારે તેમ ન દેખાઈ તેવું બનતું જ નથી આજે ધો. ૧૦ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લાનું ધો. ૧૦ નું પરિણામ ૭૫.૪૨ ટકા આવ્યું છે અને ૮૩ ટકાથી વધુ પરિણામ સાથે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનું પીપળીયા રાજ કેન્દ્ર ટોપ રહ્યું છે જો કે, ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીમાં એ-વન ગ્રેડના વિદ્યાર્થિની  સંખ્યામાં અને ૧૦૦ ટકા રિઝલ્ટ આપતી શાળાની સંખ્યામાં ઘટાડો થયેલ છે


ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધો.૧૦ ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં રાજ્યનું પરિણામ ૬૪.૬૨ ટકા આવ્યું છે જો કે, મોરબી જિલ્લાની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં ૭૫.૪૨ ટકા સાથે મોરબી જિલ્લાએ બીજુ સ્થાન મેળવ્યુ છે. જયારે  સુરત જિલ્લો ૭૬.૪૫ ટકા સાથે પ્રથક ક્રમે આવેલ છે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ કેન્દ્રનું ૮૩ ટકાથી વધુ પરિણામ આવેલ છે જેથી તે કેન્દ્ર જીલ્લામાં પ્રથમ ક્રમે આવેલ છે અને જો ગ્રેડની વાત કરીએ તો મોરબી જિલ્લામા એ-વન ગ્રેડમાં ૧૮૪, એ-ટુ ગ્રેડમાં ૧૦૯૩ અને બી-વન ગ્રેડમાં ૧૮૨૧ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે વધુમાં શિક્ષણ વિભાગના અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૨૨ નું પરિણામ આવ્યું હતું તેમાં એ-વન ગ્રેડમાં ૩૦૪ વિદ્યાર્થી હતા જેની સામે ચાલુ વર્ષે એ-વન ગ્રેડમાં માત્ર ૧૮૪ વિદ્યાર્થી છે અને વર્ષ ૨૦૨૦ માં ૧૦૦ ટકા પરિણામ આપતી શાળાની સંખ્યા ૧૦ હતી જે પણ ઘટીને ચાલુ વર્ષ માત્ર છ થઈ ગયેલ છે એટ્લે કે જિલ્લો ભલે રાજ્યમાં બીજા ક્રમે આવ્યો હોય પરંતુ શિક્ષણની કક્ષા જીલ્લામાં ઘટી રહી છે તે શાળાના સંચાલકો અને વિદ્યાર્થીઓના વાલીઓ માટે ચિંતાનો વિષય છે






Latest News